ચૂંટણી વર્ષમાં ધડાધડ નિર્ણયો લેતી રૂપાણી સરકાર
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રમ દિવસે જ રૂ.૨૬,૦૦૦ કરોડની ગ્રાન્ટ વિવિધ ખાતાઓને ફાળવી આપીને જનહિત અને વિકાસના કામોને ઝડપી હા ધરવાની સૂચના આપી છે.
નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ મુખ્યપ્રધાન ગ્રામીણ સડક યોજનાના રૂ.૩૦૦૦ કરોડના કામો ચાલી રહ્યા છે એવી જ રીતે રાજ્યમાં વિવિધ સ્ળે કોર્ટના નવા બિલ્ડિંગ્સના કામ મોટા પ્રમાણમાં શરૂ યા છે. ગરીબ જનતાને આવાસ આપવા માટે લગભગ દરેક શહેરમાં આવાસ યોજનાના કામો ચાલી રહ્યા છે આ આવાસ માટે રૂ.૧૧૪ કરોડ તા ગરીબોને રેશનકાર્ડ પર અન્ન અને ખાદ્યતેલ વગેરે ચીજવસ્તુઓ રાહત દરે આપવા માટે રૂ.૬૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આમ, રૂ.૨૬,૧૭૭.૨૫ કરોડની રકમ વિવિધ વિભાગોને ત્રણ માસ વહેલી ચૂકવી દેવામાં આવી છે. હવે તમામ વિભાગોએ આ ગ્રાન્ટ મુજબ કામો શરૂ કરી દેવાના રહેશે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, કર્મચારીઓને માર્ચ માસનો પગાર રાબેતા મુજબ ચૂકવી દેવાયો છે તા વિવિધ વિકાસના કામોના લગતા કોઇપણ બિલની ચુકવણી બાકી ની. આ તમામ વસ્તુઓ એટલે શક્ય બની છે કે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગી નાણાકીય સ્રિતા તા સધ્ધરતા જાળવી શક્યા છીએ. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૬-૧૭ના અંદાજપત્રમાં ફાળવેલ રકમના ૯૮ ટકા ી વધુ ખર્ચ કરવા છતાં પણ રૂા.૧૧,૪૧૨ કરોડની પુરાંત રાજય સરકારની તિજોરીમાં રહેવા પામી છે. નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતુ કે, રાજયના સર્વાંગી વિકાસની વિકાસ યાત્રાને વેગવાન બનાવવા માટે રાજય સરકારે અંદાજપત્રની ૫૪ ટકાી વધુ રકમ સેવા ક્ષેત્રો માટે ફાળવીને તમામ ખર્ચ કરી પ્રામિક સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. રાજય સરકારે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧,૪૮,૨૦૫.૭૬ કરોડના અંદાજે ખર્ચ માટે રાખ્યા હતા. તેની સામે ૧,૩૫,૯૫૩.૮૧ કરોડનો ખર્ચ કરીને ૯૮ ટકા ી વધુ સિદ્ધિ હાસલ કરી છે.