ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી દીધા
ગંજીવાડા વિસ્તારમાં આવેલા સંતોષ ચોક પાસે યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ
ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા શેરી નં.૬ માં રહેતા અને ડ્રાઇવીંગ કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇ નાથાભાઇ ચુડાસમા નામના ૩૮ વર્ષનો કોળી યુવાન ગંજીવાડા વિસ્તારમાં સંતોષ ચોકમાં હતો ત્યારે રમજાન ઉર્ફે ટકો નામના શખ્સે ઝડઘો કરી છરીના ઘા ઝીકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસને પ્રાથમીક પુછતાછમાં ઇજાગ્રસ્ત પ્રવિણ ચુડાસમા પડોશી સગાર રાઠોડ, પુત્ર સાગર ચુડાસમા એ ભત્રીજા રવિ રમેશભાઇ ચુડાસમા સાથે સંતોષ ચોકમાં બેઠો હતો. ત્યારે રમઝાન ઉર્ફે ટકો તેના પુત્ર સાથે ત્યાં ધસી આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો પ્રવિણ ચુડાસમાએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રમઝાન ઉફે ટકાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે થોરાળા પીએસઆઇ એસ.એન. ગડુ સહીતના સ્ટાફ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.