પૂર્વ પ્રમુખ કૌશિક પટેલ કેબિનેટ મંત્રી બનતા નવા પ્રમુખ નિમાયા રાજયભરનાં જીબીઆના મેમ્બર્સે નવનિયુકત પ્રમુખને આવકાર્યા
ગાંધીનગર ખાતે જીઈબી એન્જીનીયર્સ એસોસીએશનની કોર કમીટીની મીટીંગ યોજાયેલ. જીબીઆના પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ પટેલ, રાજય સરકારમાં કેબિનેટ મંત્રી બનતા તેમણે જીબીઆના પ્રમુખ પદેથી રાજીનામું આપેલ, ત્યારબાદ કોર કમીટી મીટીંગમાં યોગ્ય ચર્ચા-વિચારણાના અંતે ગોરધનભાઈ ઝડફીયાને જીબીઆના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન એ એક સંપૂર્ણ ગુજરાત રાજયનું ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળનું જુનીયર ઈજનેરથી માંડીને ચીફ ઈજનેર, એકઝીકયુટીવ ડાયરેકટર તથા પ્રોગ્રામર્સ, ડોકટર્સ વગેરે અધિકારીઓનું એક માત્ર ૫૫૦૦થી વધુ સભ્ય સંખ્યા ધરાવતું સંગઠન છે. ગુજરાત રાજયના ઉર્જા ક્ષેત્રના પ્રચંડ વિકાસમાં જીબીઆનું યોગદાન મહત્વપૂર્ણ રહેલું છે અને ભવિષ્યમાં પણ યોગદાન રહેશે.
જીબીઆ મેમ્બરો આ તકે પૂર્વ પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને નવા વરાયેલા પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાનો અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કરે છે. ગોરધનભાઈ ઝડફીયાએ બી.એસસી તથા માસ્ટર ઓફ પબ્લીક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલ છે. તેઓ નિકોલ અમદાવાદમાં રહે છે. તેઓ અમદાવાદ શહેર ભાજપમાં મહામંત્રી તરીકે, રખિયાલ અમદાવાદ શહેરમાં ધારાસભ્ય તરીકે ૩ ટર્મ ચુંટાયેલ, ગુજરાત રાજય ભાજપા મહામંત્રી તરીકે ફરજ બજાવેલ અને હાલમાં ગુજરાત રાજય ભાજપામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરે છે.
તેમને પોતાનો વ્યવસાય તથા ખેતીકામ છે. તેઓનો મોબાઈલ નં.૯૮૨૫૫ ૦૫૭૭૮ છે. કોર કમિટી મીટીંગમાં બી. એમ. શાહ, એચ. બી. પટેલ, એસ. એન. ખારોડ, એ. આર. પ્રજાપતિ, વી. કે. રાણા, આર. બી. સાવલીયા, એમ. જે. લાલકીયા, જી. એચ. એન્જીનીયર, જે. આર. શાહ, એસ. સી. બાવીસીયા, એન. જે. તન્ના વગેરેએ નવનિયુકત પ્રમુખની વરણીને આવકારી હતી.