રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીંગા ફાર્મો અને અન્ય લોકો દ્વારા સરકારી પડતર અને ગૌચર જમીનમાં દબાણો કરી દેવામાં આવતા આજરોજ થોડો જોરદાર વરસાદ પડતાની સાથે જ ભેરાઇ ગામે આવેલ દેવપરા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે જયારે બીજી બાજુ ભેરાઇ ગામમાં પણ નવા હરીજન વાસ રામજી મંદીર: અગરીયા વાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડે રહેલ છે
ભેરાઇ ગામે સરકારી સ્કુલની બાજુમાં રોડ ઉંચા બનાવેલ છે જયારે રામપરા રોડ બાજુના નાળાઓ બંધ કરી દેવાતા પાણીનો કયાંય નિકાલ નહી થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જો વધુ વરસાદ પડે તો ભેરાઇ ગામના દેવપરા અને નવો હરીજનવાસ, રામજી મંદીર વિસ્તારોમાં પાણી ભરાઇ જાય તેમ છે. આ અંગે નાયબ કલેકટર, મામલતદાર અને ટીડીઓને અગાઉ આવેદનપત્ર આપવા છતાં દબાણો દુર કરવામાં આવતા નહી હોય મોટી જાનહાની થવાની પુરી દેહકત છે. આના માટે જવાબદાર કોણ?