દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૩.૧ થી ૩.૬ કિલોમીટરની ઉંચાઈ પર અપરએર સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે રાજયમાં છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, નર્મદા, ખેડા, આણંદ, મહિસાગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિવ જયારે આવતીકાલે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, મહિસાગર, વલસાડ, નવસારી, સુરત, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
૧૪ થી ૧૭ જુલાઈ દરમિયાન રાજયના અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, મહિસાગર, જુનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ, ખેડા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાંઆવી છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વઘઈમાં ૮॥ઈંચ ખાબકયો: ગણદેવી, ચીખલીમાં ૮ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાત પર આ વખતે મેઘરાજા વધુ મહેરમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડાંગના વઘઈમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સવા આઠ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્ર્વરમાં ૮૯ મીમી, ભરૂચમાં ૧૧૧ મીમી, અનસોટમાં ૩૪ મીમી, જગડીયામાં ૫૪ મીમી, નૈત્રાંગમાં ૩૯ મીમી, વલીયામાં ૩૭ મીમી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ૩૮ મીમી, ગુરુદેશ્ર્વરમાં ૬૭ મીમી, નાડોદમાં ૪૪ મીમી, તિલકવાડામાં ૭૫ મીમી, તાપીના સોનગઢમાં ૫૨ મીમી, ઉછાલમાં ૮૦ મીમી, વાલોદમાં ૬૫ મીમી, વ્યારામાં ૧૫૬ મીમી, સુરતના ચોર્યાસીમાં ૧૪૨ મીમી, બારડોલીમાં ૯૧ મીમી, કામરેજમાં ૧૧૪ મીમી, મહુવામાં ૮૬ મીમી, માંડવીમાં ૫૮ મીમી, પલાસણામાં ૯૪ મીમી, સુરતમાં ૧૩૬ મીમી, નવસારીના ચીખલીમાં ૧૮૩ મીમી, ગણદેવીમાં ૧૮૮ મીમી, જલાલપુરમાં ૧૫૯ મીમી, ખેર ગામમાં ૧૫૯ મીમી, નવસારીમાં ૧૫૮ મીમી, વાસંદામાં ૧૬૪ મીમી, વલસાડના ધરમપુરમાં ૧૪૯ મીમી, કપરારામાં ૮૩ મીમી, પારડીમાં ૯૫ મીમી, વલસાડમાં ૧૨૨ મીમી, વાપીમાં ૩૯ મીમી, ડાંગ જિલ્લાના વઘઈમાં ૧૧૨ મીમી, ડાંગમાં ૧૧૬ મીમી અને સુબીરમાં ૧૫૫ મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. રાજયમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૧.૯૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.