સુરવોમાં ૩૩ ફુટ, મોતીસરમાં ૨૬ ફુટ, ૨૨ ફુટ, ઈશ્ર્વરીયામાં ૧૧॥ફુટ, ભાદર-૨માં ૭॥ફુટ, ફોફળ-૨માં ૧૦ ફુટ, સાકરોલીમાં ૧૯ ફુટ અને ડેમમાં ૧૦ ફુટ નવા નીરની આવક
સૌરાષ્ટ્ર પર અંતે મેઘરાજા રીઝયા છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં ૧ ઈંચથી લઈ ૮ ઈંચ સુધી વરસાદ વરસી જતા જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. ભાદર અને ન્યારી સહિતના ૧૬ જળાશયોમાં ૩૩ ફુટ સુધી નવા નીરની આવક થવા પામી છે. જળાશયોમાં હજી ધીમાધારે પાણીની આવક ચાલુ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે ૮:૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર-૧ ડેમમાં ૨.૪૬ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની સપાટી ૧૪.૧૦ ફુટે પહોંચી જવા પામી છે. આ ઉપરાંત જિલ્લાના ખોખડ ડેમમાં ૧.૦૨ ફુટ, આજી-૨ ડેમમાં ૨.૬૨ ફુટ, સુરવોમાં ૩૨.૮૧ ફુટ, વાછપરીમાં ૧.૯૭ ફુટ, ડેમમાં ૯.૦૧ ફુટ, મોતીસરમાં ૨૬.૨૫ ફુટ, ૨૧.૬૨ ફુટ, ૦.૯૮ ફુટ, ઈશ્ર્વરીયામાં ૧૧.૪૮ ફુટ, કરમાળમાં ૦.૬૬ ફુટ, ભાદર-૨માં ૭.૫૫ ફુટ, મોરબી જિલ્લાના ડેમમાં ૩.૨૮ ફુટ, જામનગર જિલ્લાના ફોફળ-૨ ડેમમાં ૧૦.૧૭ ફુટ, ફુલઝર (કોબા)માં ૦.૧૬ ફુટ અને અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં ૧૯.૨૬ ફુટ પાણીની આવક થવા પામી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગુરુવારે પડેલા અનરાધાર વરસાદના કારણે નવા નીરની આવક થવાના કારણે અનેક વિસ્તારોમાં જળસંકટ હળવું બની ગયું છે.