તમામ મામલતદાર-નાયબ મામલતદારો અને ઓપરેટરોને ટ્રેનીંગ
રાજય સરકાર દ્વારા મહેસુલ વિભાગની કામગીરીને ઝડપી બનાવવા ખાસ સોફટવેર અમલમાં મુકયો છે. જેથી હવે અપીલ,બિનખેતી, હયિાર પરવાના, જમીનની માંગણી સહિતની કામગીરીઓ ઓનલાઈન વાની સાથે મહેસુલી અને બિન મહેસુલી કામગીરી અલગ થઈ જશે. સાથો સાથ કઈ ફાઈલ કે અરજી કયાં અટવાય છે તે પણ ઓનલાઈન ટ્રેકિંગ થશે. આ માટે આજે જિલ્લા કલેકટર કચેરીમાં તમામ મામલતદારો, ના.મામલતદારો અને કોમ્પ્યુટર ઓપરેટરોને ખાસ તાલીમ આપવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકારના અન્ય વિભાગોની જેમ મહેસૂલ વિભાગની તમામ કામગીરીને ઝડપી અને પારદર્શક બનાવવા માટે સરકાર દ્વારા ખાસ સોફટવેર વિકસાવી ઓનલાઈન સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જમીનની માંગણીનો કિસ્સો હોય, અપીલ કેસ હોય કે પછી શરતભંગનો કિસ્સો હોય કે, બિનખેતી મંજૂરી કે હયિાર પરવાનાનો કેસ હોય હવેથી તમામ મહેસૂલી, બિન મહેસૂલી કામગીરી આંગળીના ટેરવે આવી જશે.
વધુમાં અત્યાર સુધી મોટાભાગની કામગીરી મહેસૂલ હસ્તક જ ગણવામાં આવતી હોય તુમારનો ભરાવો મોટાપાયે થતો હતો અને ઘણા ખરા કિસ્સામાં તો આવી કામગીરીનો નિકાલ વાને બદલે જે તે અરજીઓને વર્ષો સુધી ફાઈલે ચડાવી તુમારમાં ગણતરી કરાતી હતી. આ નવી પધ્ધતિને કારણે કઈ કચેરીની કઈ શાખામાં કેટલી કામગીરી પેન્ડીંગ છે. કેટલી કામગીરીનો નિકાલ થયો છે તે સહિતની બાબતોનો ડેટા ઓનલાઈન આવી જશે.
આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના તમામ મામલતદારો, ના.મામલતદારો અને કોમ્પ્યુટર ઓપરેટરોને નવા સોફટવેરમાં એન્ટ્રી કરવી તે સહિતની બાબતો અંગે તાલીમ પણ આપવામાં આવી હતી.