ટાઈફોઈડ, મેલેરીયા, મરડા અને કમળા તાવના કેસો નોંધાયા
શહેરમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઉંચકયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવ અને ૩૦૦થી વધુ કેસો કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં સામાન્ય અને તાવના ૧૭૮ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૦૭ કેસ, ટાઈફોઈડના ૨ કેસ, મરડાના ૬ કેસ, મેલેરિયાના ૩ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૧૯ કેસો નોંધાયા છે.
મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે ૩૨,૩૧૮ ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મચ્છરોની ઉત્પતી સબબ ૧૯૩ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.