જૂના મેન્યુ મુજબ રસોડા ધમધમશે: શિક્ષકોની હેરાનગતિ દૂર કરવા તંત્રની ખાતરી
નવા મેનુ મુજબ નાસ્તો આપવા તેમજ શિક્ષકોની વિના કારણે દખલગીરીને લઈ રાજકોટ જિલ્લામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાની હડતાલ અંતે આઠ દિવસ બાદ સમેટાઈ ગઈ છે. મધ્યાહન ભોજન યોજનાના ડેપ્યુટી કલેકટર પટેલના પ્રયત્નોના કારણે હાલ તુર્ત મધ્યાહન ભોજન કેન્દ્રના તમામ સંચાલકોએ રસોડા શરૂ કરી દીધા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકાર દ્વારા મધ્યાન ભોજન યોજનાના સંચાલકો, રસોયા અને હેલ્પરોના પગારમાં વધારાને લઈ છેલ્લા ઘણા વર્ષોથી લડત ચલાવવામાં આવી છે તેવામાં સરકાર દ્વારા સવારે નાસ્તો આપવાનું નવું મેનુ ઉમેરવામાં આવતા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની મહેનતમાં વધારો યો છે. આ ઉપરાંત નવા અને જૂના મેનુ મુજબ બનતા ખોરાક માટે સરકાર દ્વારા અનાજ કઠોળ ફાળવવામાં આવતું ન હોવાથી મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ છેલ્લા આઠેક દિવસી હડતાલ પર ઉતરી ગયા હતા.
વધુમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, પડધરી સહિતના તાલુકાઓમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોની હડતાલના પગલે તંત્ર વાહકોને વૈકલ્પીક વ્યવસ કરવી પડી હતી. જો કે હાલ તુર્ત નવા મેનુને બદલે જૂના મેનુ રસોડા ચાલુ રાખવા મૌખીક સમજાવટ તાં હાલ તુર્ત મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોયા તા હેલ્પરો પુન: કામે ચડી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, નવા મેનુ બાદ શાળાના શિક્ષકો દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય મેનુ મુજબ જ ખોરાક પીરસવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તો બીજી તરફ મેનુ પ્રમાણે અનાજ કઠોળ અપાતુ ન હોય મધ્યાહન ભોજન યોજનાના તંત્ર વાહકોએ આ બાબતે પણ શિક્ષકોને સમજાવટ કરી એક સૂત્રતા જાળવી કામગીરી કરવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
જો કે, એક હકીકત એવી પણ છે કે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ હડતાલ બાદ સરકાર કડક પગલા લેવાના મુડમાં હોવાી સંચાલકોને આડકતરી રીતે છૂટા કરી દેવા સુધીના પગલા વિચારી રહી હોય આ હડતાલ સમેટાવા પાછળ સરકારની લાલ આંખ પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.