બંનેને આજીવન કેદની સજા થતા પેરોલ મેળવી ત્રણ વર્ષથી નાસતા ફરતા’તા
ધોળકા વિસ્તારના ખૂનના ગુનામાં અદાલતે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ત્રણ વર્ષથી ફરાર બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગોંડલ રોડ ચોકડી પાસેથી ઝડપી લીધા છે.
ધોળકાના પશુ દવાખાના પાસે રહેતા ગોવિંદ ઉર્ફે ઢોલો અરજણ વાજેલીયા અને મહેશ અરજણ ઉર્ફે અનો વાજેલીયા નામના શખ્સોને ખૂનના ગુનામાં અદાલતે આજીવન કેદની સજા ફટકારતા બંનેને સાબરમતી જેલ હવાલે કરાયા હતા.
બંને શખ્સો ગત તા.૧૭-૮-૧૫ના રોજ પેરોલ પર છુટયા બાદ ફરી જેલમાં હાજર ન થઇ નાસતા ફરતા હોવાની અને ગોંડલ ચોકડી પાસે ઝુપડામાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા અને ભરતભાઇ વનાણી સહિતના સ્ટાફે ઝડપી અમદાવાદ એલસીબીના એએસઆઇ એમ.કે.ખરાડીને સોપી દીધા છે