છેલ્લા છ માસ દરમિયાન રાજકોટના રામનાથપરા મુકિતધામમાં જેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા તેમના અસ્થિનું સામુહિક વિસર્જન કરવાનું પુણ્યકામ સરગમ કલબના હોદેદારોએ કર્યુ હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ સ્વખર્ચે હરદ્વાર ગયેલા સરગમના હોદેદારોએ તા. ૧૦–૭–૧૮ ને મંગળવારના રોજ સવારે પવિત્ર ગંગા નદીમાં પૂજાવિધી કર્યા બાદ અસ્થિ વિસર્જન કર્યુ હતું ગંગા નદીમાં અસ્થિ વિસજર્નન કર્યા પૂર્વ રાજકોટ ખાતે રામનાથ મુકિતધામમાં ધાર્મિક વિધી મુજબ અસ્થિઓનું સામુહિક પૂજન કરાયું હતું. આ ઉપરાંત ગંગાઘાટ ખાતે સાધુ સંતોને ભોજન પણ કરાવાયું હતું.
તા. ૧–૧–૧૮ થી ૩૦–૬–૧૮ દરમિયાન રામનાથ પરા મુકિતધામમાં વિઘુત વિભાગ અને લાકડા વિભાગમાં જેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેવા ૨૫૦૦ થી વધુ અસ્થિઓનું ગંગા નદીમાં ડૂબકી લગાી વિસર્જન કરવામાં આવ્યું હતુ. આ તકે ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે ગંગાઘાટ ખો યોજાયેલી પુજા વિધિમાં મૃતકોના આત્માના શાંતિ માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.
સરગમ કલબ વરસોથી આ પરંપરા નિભાવે છે અને વર્ષમાં બે વખત હરદ્વાર ખાતે ગંગા નદીમાં ધાર્મિક વિધિ કર્યા બાદ અસ્થિનું વિસર્જન કરે છે આ વખતે તા. ૧૦–૭–૧૮ ને મંગળવારના રોજ ગંગાઘાટ ખાતે ધાર્મિક વિધિ બાદ અસ્થિ વિસર્જન કરાયું હતું. આ અસ્થિ વિસજનર્ કાર્યમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાની હેઠળ મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ અકબરી, દિપકભાઇ શાહ, કીરીટભાઇ આડેસરા, ગુણવંતભાઇ ભટ્ટ, વલ્લભભાઇ ગોંડલીયા, નરેન્દ્રભાઇ આડેસરા, હરેશભાઇ શાહ સહીતના સરગમના હોદેદારો અને અગ્રણીઓએ એક એક મૃતકના નામ લઇને અસ્થિઓનું હરદ્વાર મુકામે ગંગા નદીમાં વિસર્જન કર્યુ હતું.