જીત બાદ વિશ્વના છેલ્લા સફેદ નર ગેંડાને યાદ કરી ભારતીય ખેલાડીએ ટ્વિટ કર્યું
ભારતનાં ઓપનીંગ બેટસમેન રોહીત શર્મા સોમવારે તેના સતત ડેડિકેશનથી ઈગ્લેન્ડ સામેની મેચમાં સદી ફટકારી જીત હાંસિલ કરી હતી જે તેણે વિશ્ર્વના છેલ્લા મૃત્યુ પામેલા નોર્થન સફેદ નર ગેંડા સુદાનને સમર્પિત કરી હતી. બિમાર પડયા બાદ ૪૫ વર્ષિય રિનોસેરોસને કેન્યાની ઓઆઈ પેજેતામાં રાખવામાં આવ્યો હતો.
જેની મૃત્યુ આ વર્ષે જ માર્ચમાં થઈ હતી. રાહુલે ટવીટ કરીને લખ્યું હતુ કે ‘જીતની ઈનિંગ્સ મારા મૃત્યુ પામેલા દોસ્ત સુદાનના નામે.
કદાચ આપણે આ વિશ્ર્વને વધુ સારી જગ્યા બનાવવાના માર્ગ શોધીશું ક્રિકેટર રોહીત શર્માને આ ટવીટપર એક જ કલાકમાં ૧૦ હજાર લાઈક મળી હતી ઈગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન પણ હાલ વન્ય જીવનની સુરક્ષા માટેના કેમ્પેઈન કરી રહ્યા છે. પીટરસન સોરાઈ એટલે સેવ અવર રિનોસ આફ્રિકા ઈન્ડિયા નામની સંસ્થા સાથે જોડાયા છે.
અને તે પણ અવાર નવાર પ્રાણીઓને બચાવવામાટેની પોસ્ટ મૂકતા હોય છે.તેના ફ્રેન્સ તેમજ વાઈલ્ડલાઈફના અધિકારીઓ પીટરસનને સતત પ્રોત્સાહિત કરે છે.
અને તેના માટે તેની નોબલ માટે નોંધ કરાવાઈ છે. સુદાનની મૃત્યુ સમયે પીટરસને પણ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો હતો તો ટી.૨૦માં મેન ઓફ ધ મેચ અને સીરીઝ બનનારા રોહીત શર્માએ વન્યજીવો માટે સહાનૂભૂતી દર્શાવી હતી.