હેમુગઢવી હોલ ખાતે મોદી સ્કૂલમાં અભ્યાસ કરી ધો.૧૦ માર્ચ-૨૦૧૮માં લેવાયેલ એસ.એસ.સી. પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી ૮૦% કે તેથી વધુ પરીણામ લાવનાર શાળાનાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓને શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી તથા ગુ‚જનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું સન્માન હોવાથી કાર્યક્રમને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો.
ડો.આર.પી.મોદીએ દરેક વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરતા વિદ્યાર્થીઓની મહેનત અને તેમનામાં રહેલ વિશેષ શકિતઓનું વર્ણન કરેલ હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય વ્યકત કરેલ તેમજ વાલીમિત્રોએ પોતાના સંતાનના આવા સુંદર પરિણામ બદલ હૃદયપૂર્વક આભારની લાગણી વ્યકત કરી હતી. વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોર્ડ ટોપટેનમાં સવસાણી ધ્રુવી, પેથાણી શ્રેય, ભીમાણી સાહિલ, ગોરસીયા જય, રશીયા ધ્રુવ ખાતરા દેવાંશી, લાલવાણી તુષાર, દવે કૃણાલ વગેરેએ બોર્ડ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ હતું.તેમજ બોર્ડ પરીક્ષામાં ગણિતમાં દુધાગ્રા ભવ્ય, સંસ્કૃતમાં, કોઠારી હેત્વી, જોગીયા વંશ, ખાતરા દેવાંશ, હજારે આયુષ, ચંદ્રવાડિયા દ્રષ્ટિ, સામાજિક વિજ્ઞાનમાં, કોટેચા ભૂમિ ગુજરાતી, કોઠારી હેત્વી, ધારોડિયા ઋત્વીએ બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, કુંજલબેન મોદી, નીધિબેન મોદી, ધવલભાઈ મોદી, પ્રિન્સીપાલ ઈન્ચાર્જ, શિક્ષકગણ તથા સ્ટાફ પરીવાર હાજર રહ્યા હતા.