જમીન સંપાદન મામલે મોરબીના ખેડૂત દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રીટ બાદ સૌની યોજના પર સ્ટે મુકાયો હતો
રાજયના ૧૧૫ જળાશયોને નર્મદાના યોજનાના નીરી ભરવાની મહત્વકાંક્ષી સૌની યોજના માટે સંપાદન કરાવવામાં આવેલી જમીનનું ઓછુ વળતર ચૂકવવા મામલે હાઈકોર્ટમાં રીટ પીટીશન બાદ મુકાયેલો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે જેના પગલે સૌની યોજના આડેના અંતરાયો હાલ તુર્ત દૂર યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ પાઈપ લાઈન બિછાવી ભાદર, મચ્છુ, આજી, ન્યારી સહિતના ૧૧૫ જળાશયોને નર્મદાના નીરી ભરવા બનાવેલી યોજનામાં મોરબી જિલ્લાના ખેડૂત દ્વારા જમીન સંપાદન બાદ સરકાર ઓછુ ચૂકવતી હોવાનો આરોપ લગાવી હાઈકોર્ટમાં રીટ કરતા આ મહત્વકાંક્ષી યોજનામાં અંતરાય સર્જાયો હતો.
દરમિયાન સોમવારે હાઈકોર્ટમાં સૌની યોજના અંગેના આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સૌની યોજના પર મુકવામાં આવેલો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો હતો. આમ રાજયની મહત્વકાંક્ષી એવી સૌની યોજના આડેના અંતરાયો દૂર થયા છે. ઉલ્લેખનીય છે કે, સૌની યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ૪૪૨૨૭ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી આપવાનો ઉમદા ધ્યેય રાખવામાં આવ્યો છે અને આ યોજનાનો સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્રને નાર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.