જામનગરના એક તરૃણને તેના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ તરૃણે ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યું છે. જ્યારે એક વિદ્યાર્થીએ પોતાના મિત્ર માટે પિતા પાસે પૈસાની કરેલી માગણી પૂર્ણ થતા તેણે પણ આત્મહત્યા વ્હોરી છે. ઉપરાંત શરાબની લત છોડવાનું કહેતા એક યુવાને ઝેર પી લીધું છે અને અકળ કારણસર અગ્નિસ્નાન કરનાર મહિલા મોતને શરણ થયા છે.
જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.૩૧માં નવાવાસમાં રહેતા અરવિંદભાઈ નવિનભાઈ વાઘેલા નામના વાલ્મિકી પ્રૌઢે પોતાના પુત્ર સુનિલ (ઉ.વ.૧પ)ને શુક્રવારે અભ્યાસ બાબતે ઠપકો આપતા સુનિલને માઠું લાગી આવ્યું હતું. આ તરૃણે શનિવારે સવારે દસ વાગ્યે પોતાના ઘરના ત્રીજા માળે આવેલા ઓરડામાં જઈ છતમાં રહેલા હુંકમાં સાડી વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની દોઢેક કલાક પછી પિતા અરવિંદભાઈને જાણ થતા તેઓએ સુનિલને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં ફરજ પરના તબીબે આ તરૃણને મૃત્યુ પામેલો જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અરવિંદભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીની શેરી નં.૩ માં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ કામળિયા નામના પ્રજાપતિ પ્રૌઢ પાસે શનિવારે તેના અભ્યાસ કરતા પુત્ર જયદીપ (ઉ.વ.ર૧)એ પોતાના મિત્રના દવાખાનાના કામ માટે રૂ ર૦ હજાર આપવાનું કહ્યું હતું, પરંતુ પિતાએ આ રકમ ન હોવાનું કહી ઠપકો આપતા જયદીપને માઠું લાગી આવ્યું હતું. આ યુવાને પોતાના ઓરડામાં જઈ પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નિપજ્યું છે.ઉમેશભાઈએ પોલીસને જાણ કરતા દોડી આવેલા એએસઆઈ પી.ડી. વાઘેલાએ મૃતદેહનો કબજોસંભાળ્યો છે.