ગામની સેવામાં હંમેશા અગ્રેસર રહેતા તબીબ પર હુમલો કરનાર ત્રણ શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ
ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્રેકટીસ કરતા ડો. વિજયભાઈ ગજેરરા પર ત્રણ શખ્સોએ હુમલો કરી દવાખાનામાં તોડફોડ કરી હતી ત્યારે આ આરોપીઓ સામે કડક પગલા ભરવાની માંગ સાથે મોટી પાનેલી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
આવેદનમાં જણાવાયું હતુ કે સજજન ડોકટર અને ગામની સેવામાં હંમેશા ખડેપગે રહેનાર ડો. વિજયભાઈ ગજેરા ઉપર ઉપલેટા તાલુકાના જાળ ગામના આરોપીઓ પીયુષ હુંબલ હર્ષદ હુંબલ, વિશાલ હુંબલ, કલીનીકમાં આવી ડોકટર સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરી અને કલીનીકમાં તોડફોડ કરીને કાયદાનો ભય ન હોય તે રીતે જે વર્તન કરેલ છે.અને ગુન્હાઈત કૃત્ય કરેલ છે.
અવાર નવર આવા લુખ્ખા તત્વો દ્વારા અમારા ગામમાં આવીને વેપારી ભાઈઓ તેમજ ડોકટરો ઉપર માથાકૂટ કરીને ભયનો માહોલ ઉભો કરી રહેલ છે. છેલ્લા ઘણા સમયથી ડોકટરો ઉપર હુમલાની ઘટનાઓ વધી રહેલ છે. તે શિસ્ત સમાજ માટે ખૂબજ દુ:ખદાયક અને લાંછનરૂપ ઘટના છે. ડોકટર પોતાની નૈતિક ફરજ સમજીને રાત દિવસ કોઈ પણ સમયે પાનેલીમોટી ગામ તથા આજુબાજુના ૧૫ ગામના દર્દીઓની સારવારમાં ખડે પગે રહેતા હોય છે. અને તેમની આ કામગીરીને બીરદાવવાને બદલે ડોકટર આલમમાં ભયનો માહોલ ઉભો કરવા આરોપીઓએ કરેલ કૃત્ય ખૂબજ નિંદનીય છે. અને આ ઘટનાને શબ્દોમાં વખોળવામાં આવે છે.
આરોપીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવે છે. પરંતુ તેમાં તંત્ર તરફથી જામીનલાયક ગુન્હો દર્શાવીને આરોપીઓને છાવરવામાં આવેલ છે. જે સભ્ય સમાજ માટે ખૂબજ ગંભીર બાબત છે. આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ છે.