આજના સમયમાં યુવાનો, બાળકો કે પરિવાર જ્યાં ફરવા જાય ત્યારે તે સ્થળો પર સેલ્ફી, ફોટાઓ લેતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ત્રણેય ઝોનના યોગ્ય જગ્યાએ સુંદર અને થીમ સાથેના સેલ્ફી પોઈન્ટ બનાવવાનું નક્કી કરેલ, જેના અનુસંધાને આજરોજ બહુમાળી ચોક “નર્મદા સર્વદે” ચિત્રકરણ સ્થળે તેમજ રેસકોર્સમાં ડેવલોપ કરવામાં આવેલ. ફન સ્ટ્રીટમાં જુદી-જુદી થીમ સાથેના સેલ્ફી પોઈન્ટ બનાવવા સ્થળ મુલાકાત હેઠળ આ સ્થળ મુલાકાતમાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ કમિટીના ચેરમેન મનીષભાઈ રાડીયા, જાણીતા આર્કિટેક ઈશ્વર ગેહી, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, એમ.આર. કામલીયા, ગાર્ડન વિભાગના ડીરેક્ટર કે.ડી હાપલીયા, ડેપ્યુટી એન્જીનીયર લાલચેતા, વિગેરે ઉપસ્થિત રહેલ.
બંને સ્થળોએ આકર્ષણ સેલ્ફી પોઈન્ટ બને અને નર્મદે સર્વદે ચિત્રકરણમાં પણ જરૂરી સુધારા-વધારા કરવા જણાવેલ તેમજ ફન સ્ટ્રીટમાં સેલ્ફી પોઈન્ટની સાથે હજુ વિશેષ ગાર્ડન, લાઈટીંગ વિગેરે સુધારા કરવા જણાવેલ હતું. ગુજરાતમાં રાજકોટ પ્રથમ શહેર હશે કે શહેરીજનો માટે જાહેર સ્થળોએ સેલ્ફી પોઈન્ટ બનવવામાં આવનાર છે. સ્થળની મુલાકાત સાથે રેસકોર્સ સ્નાનાગારમાં જરૂરી રીનોવેશન બાબતો માટે ચેઈન્જ રૂમ, ટોયલેટ, બ્લોક તેમજ ગાર્ડનમાં પણ જરૂરી સુધારા વધારો કરવા પદાધિકારીશ્રીઓ સુચના આપેલ હતી.