ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ નજીક જોજરીઆઈ માતાનાં મંદિરે તા.૨૩ ના રોજ રબારી સમાજનો ઉત્સવ હોવાી ત્યાં ઘણા ધાર્મિક માણસો ભેગા થયેલ હતા અને ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો અને ત્યાં જામજોધપુર પોલીસ ખાનગી બાતમીના આધારે નાસતા ફરતા પ્રોહીના ગુનાના આરોપી અરજણ આલા કોડીયાતર ત્યાં મેળામાં આવેલો હોય જેથી તેમણે ભાણવડ પોલીસ સાથે સંપર્ક કરી તપાસ કરતા પકડવાનો આરોપી ત્યાં હાજર છે તેવી જાણ થતા પોલીસ સ્ટાફનાં માણસો તેને પકડવા વાહન સાથે ત્યાં ગયેલા અને ત્યાં તેમની ધરપકડ માટે તજવીજ કરતા ત્યાં હાજર રહેલ બધાભાઈ મોરાભાઈ તથા ભીખાભાઈ પરબતભાઈ કોડીયાતર વિગેરે માણસોએ આરોપીને છોડાવવા માટે પોલીસ સ્ટાફે કચડી મારી નાખવાની કોશીષ કરી આરોપી અરજણ આલાભાઈને પોલીસના કાયદેસરના હવાલામાંથી છોડાવી જઈ કાયદેસરની ફરજમાં રુકાવટ કરી પોલીસ પર પથ્થર હુમલો કરી પો.કો.પાલાભાઈ દેવાભાઈને ડાબા હામાં કલાય ઉપર તથા બાવળા ઉપર ઈજા કરી પથ્થરથી સરકારી જીપને નુકસાન પહોંચી કોર્ડન કરેલ કુલ ૬ ઈસમોને પકડી તેમની વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭ વિગેરે તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ મુજબ ૧૪ આરોપીઓનાં નામી તથા અન્ય ૫૦ થી ૬૦ માણસોના ટોળા સામે પો.કો.દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાએ ફરિયાદ આપતા પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરેલ અને બનાવના સ્થળેથી આરોપીઓ પૈકી ૬ આરોપીઓને અટક કરેલ હતી.
તેમજ આરોપી ભીમાભાઈ પરબતભાઈ કોડીયાતર જે આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હોય અને બ્લડ ડોનેશન કેમ્પમાં તેમની ફરજ ઉપર હોય અને તેમણે બ્લડ ડોનેશન કેમ્પમાં કાર્યવાહી કરેલ હોય અને તેમને પણ પોલીસે આરોપી તરીકે દર્શાવેલ હોય અને તેમની ગુનાના કામે ધરપકડ કરે તેવી દહેશત જણાતા આરોપી ભીમાભાઈ પરબતભાઈ કોડીયાતરને સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં ખંભાલીયાના એડી. સેસન્સ જજ એ.એમ.શેખ આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરેલ છે. આરોપી તરફે જીતેન્દ્ર કે.હીન્ડોચા તથા હર્ષીદા કે.અશાવલા એડવોકેટસ રોકાયેલ હતા.