૨૦૧૮નાં જન્માષ્ટમી લોકમેળાનાં નામકરણ માટે નાગરીકોને આમંત્રણ પાઠવતી લોકમેળા સમિતી
રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.૧-૯-૨૦૧૮થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે.
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.૧થી તા.૫ સુધી યોજાનાર છે. આ મેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવામાં આવનાર છે. શીર્ષક એટલે કે રંગીલો લોકમેળો, થનગનાટ લોકમેળો, આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇમેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ ૩૧-૦૭-૨૦૧૮ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધામાં કોઇ પણ ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
એન્ટ્રી મોકલવાનું સરનામું સંયુક્ત માહિતી નિયામકશ્રી, પ્રાદેશિક માહિતી કચેરી, જ્યુબેલી બાગ, જવાહર રોડ, રાજકોટ, ૩૬૦૦૦૧. જ્યારે ઇમેઇલ આઇડી rajkotlokmela2018gmail.comઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં નહીં આવે. તેમ નાયબ કલેક્ટર શ્રી એ. ટી. પટેલે જણાવ્યું છે.