રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ, ચોલા એમ.એસ.ઇન્સ્યોરન્સ અને એચ.ડી.એફ.સી.ની
વીમા પોલીસી બોગસ બનાવી વાહન માલિકોને ધાબડી દીધાની કબૂલાત
વાહનના વિમા પોલીસમાં મોટુ ડીસ્કાઉન્ટ આપવાની લાલચ દઇ બંટી બબલીએ અનેક વાહન માલિકોને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ, ચોલા એમ.એસ.ઇન્સ્યોરન્સ અને એચ.ડી.એફ.સી.ની વિમા પોલીસી બોગસ ધાબડી કરોડોની છેતરપિંડી કૌભાંડ આચરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.
આઇ.આર.એસ.એસ. ઇન્સ્યોરન્સ કંપનીમાં ફરજ બજાવતી દિશા પટેલીયા અને નાના મવા સર્કલ પાસે શાસ્ત્રીનગર પાછળ ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા જૈનિષ ઉર્ફે જય ઉર્ફે વિકાસ ઉર્ફે મુસ્તાક રોહિત ડોડીયા નામના સુથાર શખ્સની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમિયા, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ હુંબલ, સંતોષભાઇ મોરી અને મયુરભાઇ પટેલ સહિતના સ્ટાફે યુનિવર્સિટી રોડ પર ક્રિસટોલ મોલ પાછળ માધવ પાર્ક શેરી નંબર ૧માંથી ઝડપી લીધા છે.
કોઠારિયા રોડ પર આવેલા વિનોદનગરમાં રહેતા શામજીભાઇ ગોરધનભાઇ સાવલીયાની આઇસરનો વિમો લીધો હતો તેનો પોલીસી નંબર જોવા માટે યાજ્ઞિક રોડ પર બિઝનેશ એમ્પાયર બિલ્ડીંગમાં આવી હિરેનભાઇ કોઠારીને મળ્યા હતા ત્યારે આઇસરની પોલીસી લેવામાં આવી ન હોવાનું અને પોલીસી બોગસ હોવાનું જણાવ્યું હતું.
શામજીભાઇ સાવલીયાના રાપર નજીક તળસવા ગામના સામતભાઇ રામભાઇ સોલંકી અને શાપરના રાજેશભાઇ મોહનભાઇ વાછાણીને પણ આઇસરના વિમાની બોગસ પોલીસી જય નામના શખ્સે આપી હોવાનું બહાર આવ્યું હતું.
૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધિકા પાર્કમાં રહેતા હિરેનભાઇ કોઠારીની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે જય નામના શખ્સ સામે બોગસ પોલીસી ધાબડી છેતરપિંડી કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી તે દરમિયાન જયનું સાચુ નામ જૈનીષ રોહિત ડોડીયા હોવાનું અને ક્રિસટોલ મોલ પાછળ માધવ પાર્કમાં હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધો હતો.
જૈનીષ ડોડીયાની પૂછપરછ દરમિયાન આઇઆરસએસ ઇન્સ્યોરન્સમાં ફરજ બજાવતી દિશા પટેલીયાની મદદથી બોગસ પોલીસી તૈયાર કરી રૂ.૩૨ હજારમાં વાહન માલિકોને મોટુ ડીસ્કાઉન્ટ આપવાની લાલચ દઇ ધાબડી દેતો હોવાની કબુલાત આપી હતી.
દિશા પટેલીયા અને જૈનીષ ડોડીયા અગાઉ મહેન્દ્ર ત્રિશુલ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા અને બંનેએ મહેન્દ્ર ત્રિશુલ કંપનીની નોકરી છોડી દિસા એઇઆરઆએસએસ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરી હોવાથી તેની પાસે વાહન માલિકોના નામ-સરનામાં અને મોબાઇલ નંબર હોવાથી જૈનિષ ડોડીયાને આપી ત્યાર બાદ જૈનિષ ડોડીયા વાહન માલિકોનો સંપર્ક કરી વાહનનો વિમો રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ, ચોલા એમ.એસ. ઇન્સ્યોરન્સ અને એચડીએફસીની બોગસ વિમાં પોલીસી તૈયાર કરી વાહન માલિકોને ધાબડી કરોડોનું કૌભાંડ આચર્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કબ્જો પ્ર.નગર પોલીસને સોપ્યો છે.