મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ.૧૦.૪૮ કરોડનો ડિવિડન્ડ ચેક જીઆઈડીસીના એમ.ડી. ડી.થારાએ ગાંધીનગરમાં અર્પણ કર્યો હતો.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજય સરકારના સાહસોનો આ કંપનીમાં ૫૯ ટકા શેર ફાળો રહેલો છે. ગત નાણાંકીય વર્ષમાંઆ ટર્મિનલ કંપનીએ સૌથીવધુ નફો રળીને રૂ.૧૧ કરોડ ડિવિડન્ડ તરીકે ચૂકવેલા છે.
રાજયની આ એકમાત્ર કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની છે જે દર વર્ષે ૪.૫ લાખ મેટ્રીક ટન કેમિકલનું હેન્ડલીંગ કરે છે.
દહેજમાં પોતાની એક જેટી ધરાવતી આ ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કંપની વાયોલેટ હાઈડ્રોકાર્બન્સના સ્ટોરેજ માટે ૩૬ ટેન્ક પણ ત્યાં ધરાવે છે.