હાલમાં ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા જીલ્લા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ પોલીસ વડા હિતેશ જોયસરની સુચના અનુસાર એલ.સી.બી. સ્ટાફના માણસો પોલીસ ઇન્સ. બી.બી.કોળી સા.ના માર્ગદર્શન મુજબ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા. ૭ જુલાઇ ના રોજ પો.હેન્ડ કોન્સ. રામદેવસિંહ જાડેજા, લલીતભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓને હકીકત મળેલ કે વેરાવળનો અને હાલ જુનાગઢમાં ઢાલ રોડ ઘાંચીની કમાડ સ્ટાર વાળાના મકાનમાં રહેતો જાવીદહુસેન સૈયદમહમદ અલ્વી ચોરી કરેલ મોટર સાયકલ સાથે જુનાગઢ રોડ તરફથી વેરાવળ આવે છે તેવી હકીકત મળતા તુરત જ વોચમાં રહેતા સદર ઇસમ મો.સા. સાથે આવતા તેને રોકી મોટર સાયકલના કાગળ, બીલ કે આધાર પુરાવા માગતા નહી હોવાનું જણાવતા કાયદેસર કબ્જે કરેલ વધુ યુકિત પ્રયુકિતથી અન્ય ચાર મોટર સાયકલોની આજથી ચારથી પાંચ વર્ષ પહેલા જુનાગઢ ખાતેથી ચોરી કરેલની કેફીયત આપતા ચોરાયેલા મોટર સાયકલો વેરાવળ શહેરમાંથી કબ્જે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરી આ બાબતે તપાસ કરતા ઉપરોકત વાહનમાંથી ત્રણ વાહનો અંગે જુનાગઢ શહેરમાં એ ડીવી. તથા બી ડીવી. પો.સ્ટે. માં ગુનાઓ નોંધાયેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જણાયેલ છે અને આગળની વધુ તપાસ પો.હે. કોન્સ. રામદેવસિંહ જાડેજા ચલાવી રહેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત