ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિ ડામવા ગેરકાયદેરસ રીતે દારુની હેરાફેરી તથા વેચાણ કરતા ઇસમોની પ્રવૃતિ નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ વડા હીતેશ જોયસરએ આ બાબતે સખત સુચના આપેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ એલ.સી.બી.ના પોલીસ બી.બી.કોળીના માર્ગદર્શન અનુસાર દારુની થતી હેરફેર રોકવા ઉના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. સરમણભાઇ સોલંકી તથા પો.કોન્સ. પ્રવીણ મોરીએ બાતમી આધારે ઉના અંજાર તરફથી આવતી સ્વીફટ કાર જીજે ૧૧ એસ ૯૬૪૨ ને રોકાવી ડ્રાઇવરનું નામ પુછતા પોતે પોતાનું નામ અબજલ ઉર્ફે ભુરો અસોમાણભાઇ વલીયાણી મેમણ (ઉ.વ.૩૩) રહે.
પાડામાર વિસ્તાર ઉના વાળો હોવાનું જણાવેલ તેમજ તેમની કારનું સઘન ચેકીંગ કરતા જે દરમ્યાન પાછળની સીટમાંથી એક બાચકુ તથા ગેર બોકસની પાછળ બંને સીટની વચ્ચે ચોરખાનામાંથી તથા કારની પાછળની નંબર પ્લેટ ઉંચકાવી બંને જમ્પરમાં ઇગ્લીશ દારુ ભરેલ જે તમામ બોટલો બહાર કાઢી ગણી જોતા અલગ અલગ બ્રાન્ડની કુલ ૧૬૯ બોટલો કિ. રૂ ૨૦ હજાર તથા કાર મળી કુલ ૧૨૦૦૦૦/- નો મુદામાલ કબ્જેે કરી ઉપરોકત આરોપી વિરુઘ્ધ ઉના પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.