ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો સર્જાય છે. ત્યારે કેટલાક બનાવોમાં લોકો જીવન પણ ખોઈ બેસ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ધ્રાંગધ્રા માળવણ હાઈવે પાસે આવેલ દુદાપરગામથી એક કિ.મી. દૂર અમદાવાદ તરફ જતી ઈકો કાર નં જી.જે.૩ એચ.એ. ૨૫૧૩ના ચાલકે અચાનક પોતાની કાર પરથીકાબુ ગુમાવતા રોડની સાઈડ પર કાર ઉતરી જતા ઈકોકાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ઈકોકારમાં બેઠેલ અંદાજે સાતથી આઠ શખ્સોને નાની મોટી ઈજા થવા પામી હતી. ઈકોકાર પલ્ટી જતા હાઈવે પરથી નિકળતા ૧૦૮ના પાઈલોટ પ્રધ્યુમનસિંહ તાત્કાલીક પહોચી તમામ ઈજાગ્રસ્ત ૧૦૮ની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં ૩ મહિલાઓને ગંભીર ઈજાઓ થતા તેઓને રીફર કરી અન્ય સામાન્ય ઈજા પામેલ દર્દીઓને સારવાર અપાઈ હતી. જોકેઆ બનાવમાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી. હાલ ૩ મહિલા ઓ સહિત તમામ ઈજાગ્રસ્તો સુરક્ષીત હોવાનું મનાય છે.
ધ્રાંગધ્રા નજીક ઈકો કાર પલ્ટી મારતા ૩ મહિલા સહિત પાંચને ઈજા
Previous Articleકોંગ્રેસમાં આંતરીક અને બાહ્ય બન્ને મોરચે રાહુલને લડવું પડશે
Next Article ભારત-સાઉથ કોરિયા વચ્ચે આર્થિક વિકાસમાં અગણિત તકો