શુક્રવારે કાર્ડિફે સોફિયા ગાર્ડન્સમાં બીજા આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટથી હરાવીને સીરીઝ જીવંત રાખી હતી. ત્રણેય મેચોની સીરીઝમાં ઈંગ્લેન્ડે ૧-૧ની બરાબરી કરી હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે ૧૪૯ રનનો લક્ષ્ય આપ્યો હતો. જેથી તેણે ૨૦મી ઓવરમાં ચોથા બોલથી હાંસીલ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી એલેકસ હેલને ૫૮ રન બનાવ્યા તેણે મેન ઓફ મેચનું પણ ઓનર મેળવ્યું.
જોની બેયરસ્ટ્રાને ૨૮ રન બનાવ્યા હતા તો ભારત તરફથી ઉમેશ યાદવે બે વિકેટ લીધી, તેણે ચાર ઓવરમાં ૩૬ રન ખર્ચયા હતા.જયારે ભુવનેશ્વર, હાર્દિક પંડયા તેમજ યુઝવેંદ્ર ચહેલ એક-એક વિકેટ લીધી હતી. પહેલા આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમોએ ઈંગ્લેન્ડને હરાવ્યું પરંતુ આ જીત બાદ ત્રણેય મેચોની સીરીઝ એક-એકથી બરાબર છે. આ પૂર્વ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન માર્ગને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. ૧૮મી ઓવરમાં કોહલી ૪૮ રન બનાવી કેચ આઉટ થયા હતા અને પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી શકયા ન હતા તો ધોનના ૩૨, હાર્દિક પંડયાના ૧૨ રનની મહેનતે ભારતીય ટીમનો સ્કોર પાંચ વિકેટ પર ૧૪૮ રને જ પહોંચ્યો હતો.
હેપ્પી બર્થ ડે માહી
મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે માહી આજે ૩૭ વર્ષના થયા છે પરંતુ પોતાની કરિયરના ૧૫ વર્ષમાં તેમણે આંતરરાષ્ટ્રીય લેવલે ધુમ મચાવી છે. ધોનીએ ક્રિકેટના ક્ષેત્રમાં જે સ્થાન મેળવ્યું છે તે જગજાહેર જ છે. આજે સ્પોર્ટસની દુનિયામાં માહી કિંગ છે. ધોનીએ અત્યાર સુધીમાં ૫૦૦ આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.
ડિસેમ્બર ૨૦૧૪માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં રમવાની શરૂ આત કરી હતી. તેણે ૯૦ ટેસ્ટ અને ૯૨ ઓડિઆઈ મેચો રમી છે. ધોનીએ તેનીકારકિર્દીમાં ૧૦ સદી અને ૬૭ અર્ધ સદી ટેસ્ટ તેમજ ઓડીઆઈમાં ફટકારી છે. કેચિંગની વાત આવે તો તેમાં માહીએ ૬૦૨ કેચો કર્યા છે અને ૧૭૮ સ્ટમ્પીંગ કર્યા છે. ધોની ઉપરાંત સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટે પણ ખેલ જગતમાં નામના મેળવી છે.