રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ભાજપ સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ગોંડલ ચોકડી પર ‘એલીવેટેડ બ્રીજ’ની મંજૂરીના નિર્ણયને વધાવતા જણાવ્યું હતું કે રાજકોટને અડીને પસાર તા પોરબંદર-જેતપુર-ગોંડલ-રાજકોટ-બામણબોર નેશનલ હાઈવે નં.૨૭ પર ગોંડલ ચોકડી ઉપર વધુ વાહનોની સંખ્યાને લઈને ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી હતી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સફળ પ્રયાસોથી નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને આ બ્રીજ સત્વરે બનાવવા જરૂરી દરખાસ્ત દિલ્હી મોકલી આપવા સુચના આપેલ. આ દરખાસ્તને કેન્દ્રની ભાજપ સરકારે બહાલી આપી ગોંડલ ચોકડી પર ‘એલીવેટેડ બ્રીજ’નું કામ મંજૂર કરેલ છે.
૬ માર્ગીય ફલાય ઓવરબ્રીજના નિર્ણય બદલ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ભાજપ સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અમદાવાદ-રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી વાળા છ માર્ગીય રસ્તાને હાલની વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને આ છ માર્ગીય હાઈ-વેને જેતપુર સુધી લંબાવા કેન્દ્રની નેશનલ હાઈવે ઓથોરીટી સમક્ષ રજૂઆત કરી હતી. મોહનભાઈ કુંડારીયાના જણાવ્યાનુસાર અમદાવાદ-રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી છ માર્ગીય હાઈવેને જેતપુર સુધી લંબાવવાની નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યામાં ઘણી રાહત થઈ જશે અને અમદાવાદ-મુંબઈથી આવતા વાહનોને જૂનાગઢ-સોમના તરફ જવા માટે સરળતા અને સુગમતાની સાથે સમયનો બચાવ પણ શે તેમજ આ ભારે વાહનો રાજકોટી બાયપાસ થતા શહેરની ટ્રાફીક સમસ્યામાં ઘણો સુધારો થશે. એમ અંતમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.