પ્રોજેકટ લાઈફમાં લાઈફ વિથ ૐકાર વિષે પ્રવચન યોજાયું
લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયોજીત શું કરીએ તો સદાય સાજા રહીએ પ્રવચન શ્રેણી અંતર્ગત તાજેતરમાં લાઈફ બિલ્ડીંગમાં ડો.કમલ પરીખનું લાઈફ વિથ ૐકાર વિષય ઉપર પ્રવચન યોજાયું હતું અને તેમાં ડો.કમલ પરીખે ૐકારનું મહત્વ સમજાવી જીવનમાં તેની ઉપયોગીતા સમજાવી હતી. તેમને કહ્યું હતું કે, ૐકાર એક પવિત્ર ઘ્વનિ છે.
ૐકારના ફાયદાઓ અંગે તેમણે કહ્યું હતું કે, નિયમિત ૐકારના જાપથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. સવારે ૐકારનો ઉચ્ચાર કરવાથી માનસિક શાંતીનો અનુભવ થાય છે. ૐકારના ઉચ્ચારણ કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર થઈ જાય છે અને શરીર રોગમુકત બને છે. અનિંદ્રાથી પીડાતા લોકો માટે પણ ૐકાર ખુબ જ લાભદાયી હોય છે. આ ઉપરાંત માથાનો દુખાવો, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર, દમ જેવા રોગોમાં પણ ૐકારનું ઉચ્ચારણ ઉપયોગી
સાબિત થાય છે. ૐકારનો જાપ અથવા ઉચ્ચારણ ફાયદાકારક બની શકે છે. ૐકાર મંત્રના જાપથી મનુષ્ય ઈશ્ર્વરની સમીપ હોય તેવો અનુભવ કરી શકે છે. આ પ્રવચનમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉમટી પડયા હતા.