બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી અને સર્વોદય સેવા સંઘનું સંયુકત આયોજન
સુરક્ષા સેતુ સોસાયટી તથા સર્વોદય સેવા સંઘના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ ખાતે સિમ્બોલ ઓફ નોલેજ ડો. બાબા સાહેબ આંબેડકર સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમનાં મુખ્ય આયોજક ડો. સુનિલભાઈ જાદવ રહ્યા હતા. કાર્યક્રમમાં ૪૦ જેટલી જ્ઞાતિનાં પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રમુખોને બાબા સાહેબ આંબેડકરની છબી ભેટ સ્વ‚પે આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, વિક્રાંત પાંડે, સાઈરામ દવે, હેમંત ચૌહાણ અને ચંદુ મેરડીયા ઉપસ્થિત રહ્યા હતા.
ડો. સુનીલ જાદવે જણાવ્યું હતુ કે બાબા સાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મ જયંતિ નિમિતે સર્વ જ્ઞાતિઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતુ બાબા સાહેબ કોઈ એક જ્ઞાતિના કે સમિતિનાં નેતા ન હતા. તેઓ સર્વ જ્ઞાતિનું હિત વિચારતા હતા. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતુ કે આંબેડકર જન્મ જયંતિ નિમિતે અહી યોજાયેલા સેમિનારમાં તમામ જ્ઞાતિનાં આગેવાનો ઉપસ્થિત છે. જે ખુશીની વાત છે. બાબા સાહેબે દરેક સમાજને એકજૂથ કરવાનાં પ્રયત્નો કર્યા હતા.