પાટીદાર સમાજ દ્વારા કડક કાર્યવાહીની માંગ: હત્યા કેસમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફિટ કરી દેવાયા હોવાનો રાજપુત સમાજનો આક્ષેપ
ધોરાજીના ભાડેર ગામે પાટીદાર આધેડની હત્યા મામલે રાજપુત અને પાટીદાર બંને સમાજએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યા હતા. પાટીદાર સમાજે આરોપી સામે કડક પગલા ભરવાની માંગ ઉઠાવી હતી. જયારે રાજપૂત સમાજે આ કેસમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફીટ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધોરાજી તાલુકાના ભાડેર ગામે પટેલ આધેડની હત્યામાં આરોપી તરીકે નિર્દોષ રાજપુત સમાજના લોકોને ખોટી રીતે ફીટ કરી દેવાયા હોવાની રજુઆત સાથે રાજપુત સમાજ દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. ક્ષત્રિય સમાજના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાડેર સહિત ગામોમાંથી બહોળી સંખ્યામાં આવેલા ક્ષત્રિય આગેવાનો પ્રતિપાલસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, અભેસિંગજી વાઘેલા, ગંભીરસિંહ વાળા, હરપાલસિંહ, જયેદવસિંહજી વાળા, હરપાલસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીને લેખીત, મૌખિક રજુઆતમાં જણાવેલ કે પટેલ અને રાજપુત સમાજના લોકો દ્વારા અગાઉ ભાગીયાનું ખુન થયેલ અને આરોપીઓ જેલમાં છે.
પાટીદાર સમાજ દ્વારા આવેદનમાં જણાવ્યું હતું કે, જીવાભાઈ છગનભાઈ સાંગાણીનું તેમની વાડીએ સાંજના સમયે ગયેલ ત્યારે મૃતકના ભત્રીજા એવા જુસબ કે જે પેરોલ પર છુટીને આવેલ તેમને ફોન કરીને જીવાભાઈ વાડીએ છે તેવું લોકેશન મેળવીને જુસબ તથા તેમના મળીયાઓ જીવાભાઈને વાડીથી અપહરણ કરી લઈ જઈ તેના માથામાં ગોળી મારી તેને મારી નાખીને તેની લાશ વંથલી તાલુકાની સીમમાં ફેંકી દીધેલ અને ત્યારે પોલીસે ખુન કરનાર મુસ્લિમ સંધી જુસબ તથા તેમના મળતીયાઓને પકડી પણ નથી શકયા જેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય લેવા ધોરાજી ખોડલધામ સમિતિ ધોરાજી તથા લેઉઆ પટેલ વેપારી મંડળ તથા પટેલ જ્ઞાતિના લોકોએ આ બાબતે યોગ્ય ન્યાય અને કડક પગલા અને આરોપીઓ વિરુઘ્ધ કડક સજાની માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જયાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતક જીવાભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવેલ તેવું જણાવેલ.