નબળા ઈન્ફ્રાસ્ટ્રકચર અને જડ બ્યુરોક્રેસીના કારણે ટુરીઝમ વિકસાવવાની વિપુલ તકોનો લાભ નથી લઈ શકાતો અમેરિકામાં પટેલોની મોટેલ-હોટેલોમાં ભારતના જોવા લાયક સ્થળોની કલીપ મહેમાનોને બતાવવા મોદીનું આહવાન
વિશ્ર્વમાં જર્મની, અમેરિકા અને ચીન બાદ ભારત ચોુથુ સૌથી મોટુ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ર્અતંત્ર છે. દર વર્ષે ભારતમાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. બે દશકા પહેલા ભારતમાં ૨૪ લાખ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા જયારે આ આંકડો ૨૦૧૭માં પાંચ ગણો વધી ગયો છે. આવતા પાંચ વર્ષમાં ટુરીઝમ માટે આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા તોતીંગ આંકડે પહોંચી જશે. જો કે, ભારતના ટુરીઝમમાં આવા ફુલ ગુલાબી મોસમ છતાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યાં છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતમાં કુદરતી સૌંદર્ય ટુરીઝમના માર્કેટીંગમાં હુકમનું પાનુ છે. પરંતુ દેશમાં નબળુ ઈન્ફ્રાસ્ટ્રકચર અને જડ બ્યુરોક્રેસીના કારણે ઘણા એવા પોટેન્સીયલ સનો છે. જયાં મુસાફરોને સરળતાી લઈ જઈ શકાતા નથી. ઘણી એવી જગ્યા છે જેને વાઘના સંવર્ધન તરીકે જાહેર કરવામાં આવી છે. પરંતુ ત્યાં કોઈ વાઘ જ નથી. જયારે કુદરતી સફારીમાં પ્રવાસીઓ ઉમટી પડયા હોવાી ટોળા એકઠા થાય છે. પરિણામે કેટલાક મુસાફરોને ‘મજા’ નથી આવતી.
બીજી તરફ જમ્મુ-કાશ્મીર તેમજ લદાખનો એવો વિસ્તાર છે જે નિહાળવા માટે માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં પરંતુ ઘરેલું પ્રવાસીઓ પણ ખૂબજ ઉત્સુક હોય છે. પરંતુ સંરક્ષણના કારણે આવા સ્થળોની મુલાકાત લઈ શકાતી નથી. નોર્થ ર્ઈસ્ટમાં અત્યારે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ છે. જયાં પ્રવાસન સ્થળોની આસપાસ અંદાજીત ૬૫૦ હોટેલ તેમજ ૪૩૦૦ એવાસ્થળો છે જે ઘર-ઘરાઉ ભાડે અપાય છે. અલબત આવા સ્થળોએ રેગ્યુલેશન ન હોવાથી પ્રવાસીઓ સાથે લૂંટ પણ થતી હોવાની સામે આવ્યું છે. એકંદરે પ્રવાસન વિકસ્યાની સાથે સાથે કેટલીક નબળાઈઓ પણ સામે આવી છે જે ટુરીઝમના બુસ્ટરમાં અડચણ બની શકે છે.
બીજી તરફ ભારતમાં ટુરીઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડાપ્રધાન મોદીએ અમેરિકામાં વસતા મુળ ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી છે. મોદીએ પટેલ સમુદાય સાથે વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા વાતચીતમાં કહ્યું છે કે, ગેસ્ટને ૫ મીનીટ ભારતના જોવા લાયક સ્થળની કલીપીંગ બતાવવામાં આવે. ભારતના ગુણગાન ગાવા પણ મોદીએ કહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નોન રેસીડન્સ ગુજરાતીઓને આ જ પ્રકારની અપીલ કરી હતી. આંકડા મુજબ અમેરિકામાં મોટેલ અને હોટેલની માલીકી મોટાભાગે મુળ ભારતીય અમેરિકનોની છે. જેમાં ૭૦ ટકા માલીકો ગુજરાતના પટેલો છે. અમેરિકામાં પટેલોની વસ્તી ૨.૫૭ લાખ જેટલી હતી.