રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અતરીપ સૂદ સાહેબે મ્હે. ડી.જી.પી. સા. દ્વારા રાખવામાં આવેલ પ્રોહી તથા જુગારની ડ્રાઈવ અનુસંધાને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો. સ્ટે.ના પો. ઇન્સ શ્રી એમ.વી. ઝાલા સા. ની સુચના મુજબ પો.સબ ઇન્સ. શ્રી જે.વી. વાઢિયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ. વિજયભાઈ ચાવડાને મળેલ ચોકકસ હકીકત આધારે ધોરાજી રામપરા, હુસેની ચોક પાસે હાજર ન મળી આવેલ હુશેનશા હારૂનશા રફાઇ ફકીરના રહેણાંક મકાનની અગાસી પર છુપાવેલ દેશી દારૂ ના બાચકા નં. 19 દેશી દારૂ લી. 525 કિ.રૂ. 10,500/- નો મુદામાલ મળી આવતા આરોપી વિરૂદ્ધ પ્રોહી એકટ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં ધોરાજી પો. સ્ટે. ના પો.સબ ઇન્સ. જે.વી.વાઢિયા તથા પો.હેડ કોન્સ વિજયભાઈ ચાવડા, લાલજીભાઈ તથા પો.કોન્સ. ઘનશ્યામસિંહ, અનિરૂધ્ધસિંહ, રમણીકભાઇ, ચંદ્રસિંહ , પરબતભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.