ત્રાંબડીયા પરીવાર અને ફ્રેન્ડસ કલબના સંયુકત ઉપક્રમે ભકિત સંધ્યા: ગાયક ડોલર ઉપાધ્યાય, કિર્તી સખીયા અને બી.કે.ગઢવીના કંઠે ભકિત ગીતોની સુરાવલી છેડાશે
તાલાલા પાસે ગલિયાવડ ગીરના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર અગ્રણી તબીબ અને વ્યસનમુકિત પ્રણેતા ડો.એમ.કે.ત્રાંબડીયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ડો.એમ.કે.ત્રાંબડીયા પરીવાર તથા ફ્રેન્ડસ કલબના સંયુકત ઉપક્રમે રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે ભકિત સંધ્યાનું આયોજન કરેલ છે.
ડો.એમ.કે.ત્રાંબડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે તા.૯ને સોમવારના રોજ ત્રાંબડીયા પરીવાર તેમજ ફ્રેન્ડસ કલબ દ્વારા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ભકિત સંધ્યાનું આયોજન કરેલ છે. આ ભકિત સંધ્યામાં ગાયક ડોલર ઉપાધ્યાય, કિર્તી અખીયા તેમજ બી.કે.ગઢવીના કંઠે ભકિત ગીતોની સુરાવલી છેડાશે. આ કાર્યક્રમમાં કેવલ રાઠોડ અને વિપુલ રાઠોડ પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મ્યુઝીક ગોલ્ડ દ્વારા સંગીત આપવામાં આવશે.
સેવાના સારથી તેમજ આ જીવન યુવાનોને વ્યસન મુકત કરવાના સિઘ્ધાંતને વરેલા ડો.ત્રાંબડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ડોકટર સેલના ક્ધવીનર તેમજ અન્ય સંસ્થાઓમાં ચેરમેન તરીકે વ્યસનમુકિત સમિતિ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર, પ્રમુખ કાલાવડ રોડ યુની.રોડ ડોકટર એસોસીએશન-રાજકોટ, સભ્ય-લોન કમિટી રાજકોટ નાગરીક સહકારી બેન્ક કાલાવડ રોડ શાખા, સભ્ય-પલ્સ પોલીયો કમિટી રાજકોટ જીલ્લો, વાઈસ પ્રેસીડન્ટ-ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશ્નર્સ, રાજકોટ, ચેરમેન ફ્રેન્ડસ કલબ રાજકોટ, પ્રમુખ તાલાલ ગીર વિસ્તાર પટેલ પ્રગતિ મંડળ રાજકોટ, કારોબારી સભ્ય આલાપ એવન્યુ સોસાયટી રાજકોટ, તેમજ નાની મોટી ઘણી સંસ્થાઓ અને સમાજ સેવા સાથે તેઓ સંકળાયેલા હતા. તેઓએ તમાકુ, ગુટખા, ફાકી, મસાલા વિગેરે ઝેરી તત્વો વિશે સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો, સામાજીક પ્રસંગોમાં સચોટ આંકડાકીય માહિતી સાથે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
સ્વર્ગસ્થ ડો.ત્રાંબડીયાના સ્મણાર્થે યોજાનાર આ ભકિત સંધ્યામાં દિપ પ્રાગટય રાજકોટના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય દ્વારા કરવામાં આવશે તો મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, ભાજપ ડોકટર સેલના ક્ધવીનર ડો.અમીત હપાણી, ડો.એમ.વી.વેકરીયા, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, શિવસેના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી
તથા હીંગળાજ શકિત પીઠ ચોટીલાના રજનીશગીરી ગોસ્વામી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ફેન્ડસ કલબના ચેરમેન લીનાબેન વખારીયા, પેટ્રન ડો.મનીષ ગોસાઈ, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ વજુભાઈ ગઢવી, ઉપપ્રમુખ સંદીપભાઈ પારેખ, મંત્રી વિપુલભાઈ રાઠોડ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સહમંત્રી સમીરભાઈ જાવીયા, મહિલા પ્રમુખ શોભનાબેન વિઠલાણી, જયશ્રીબેન જેઠવા, કિરણબેન કેસરીયા ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રાંબડીયા પરીવારના ડો.કેતનભાઈ ત્રાંબડીયાના માર્ગદર્શન હેઠળ જસ્મીનભાઈ ત્રાંબડીયા, ફ્રેન્ડસ કલબના મિત્રો-કમિટી મેમ્બરો, ડોકટર મિત્રોની ટીમ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર માહિતી આપવા ત્રાંબડીયા પરીવાર અને ફ્રેન્ડસ કલબના કમિટી મેમ્બરોએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.