સામૈયું, પ્રવચન, ઘ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા: કાલે અઢાર અભિષેક, સંઘ્યા ભકિત સહિતના આયોજનો
ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંધ દ્વારા દેરાસરની પ્રથમ વર્ષગાઠ નીમીતે ત્રણ દિવસીય ભકિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉત્સવના ભાગરુપે પ્રથમ દિવસે સંઘ દ્વારા પરમ પૂજય ગણીવર્ય જીનધર્મવિજયજી મહારાજ આદિ તથા પૂજય સાઘ્વીજી ભગવંત આગમરસાશ્રીજી મ.સા. આદીઠાણાનું સામૈયું તથા માણીભદ્ર દેવ, પદમાવતી દેવીના બે ઘ્વજાનાં ચડાવા, તે ઉ૫રાંત સ્નાત્રપૂજા અને પાંચ દ્રવ્યના એકાસણા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વર્ષ પૂર્ણ થયાના ઉત્સવને લઇ દેરાસરમાં ભકિતમય વાતાવરણ ફેલાઇ રહ્યું હતું.
વધુમાં જણાવતા ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધના ઉ૫પ્રમુખ ભાવિનભાઇ દોશીએ જણાવ્યું હતું કે આજરોજ પ્રથમ શાલગીરી નિમીતે ત્રણ દિવસના મહોત્સવ નીમીતે પ્રથમ દિવસે સવારના સાત વાગ્યે પૂજયશ્રીઓનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું.
સંઘના સૌ ભાઇઓ બહેનોએ તેમણે ઉલ્લાસપૂર્વ માણ્યું અને ખુબ સરસ રીતે આમંત્રણનો પ્રસંગ પૂરો કર્યો, ત્યારબાદ પૂજયશ્રીનું પ્રવચન કરવામાં આવ્યું આજ પ્રથમ દિવસ નીમીતે બપોરે સામુહિક એકસણાના કાર્યક્રમનું આયોજનજેમાં સંઘના કુલ ૧૧પ સભ્યો દ્વારા એકાસણા કરવામાં આવ્યા છે. તથા સાંજે સંઘ્યા ભકિત ત્યારબાદ રાત્રીના ભાવનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સૌ અકળસંઘ અને સભ્યોને હાજર રહેવા ને લાભ લેવા વિનંતી વધુમાં જણાવતા કહ્યું હતું કે એક વર્ષ કેવી રીતે પસાર થયું તેનો ખ્યાલ જ ના આવ્યો. ખુબ આનંદ અને ઉત્સાહ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી તેને એક વર્ષ જેટલો સમય થયો તેવુઁ લાગી રહ્યું ન હતું હજુ બે દિવસ પહેલા જ પ્રતિષ્ઠા થઇ હોય તેવી અનુભુતિ થાય છે તથા સંઘ દ્વારા ખુબ જ સારા કાર્યક્રમો સાથે લોકો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે