ગોંડલ ચોકડીએ રૂ.૪ કરોડના ખર્ચે આ નવા એલિવેટેડ રેમ્પનું નિર્માણ થશે: મેયર-મ્યુનિ. કમિશનર
અમદાવાદ-રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પર આવાગમન કરતા વાહનોના કારણે ગોંડલ રોડ-રિંગ રોડ ચોકડીએ ટ્રાફિકની સમસ્યા ખુબ જ રહે છે. શાપર-વેરાવળ ખાતે જી.આઈ.ડી.સી.ના ઝડપી વિકાસી પણ ઉદ્યોગકારો, નોકરી કરતા લોકો અને અન્ય વ્યવસાયીઓની સતત આવ-જા રહે છે. ગોંડલ ચોકડીએ ટ્રાફિકની આ સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે તાજેતરમાંજ ભારત સરકાર દ્વારા ગોંડલ ચોકડી પર ૧.૨ કિ.મી. લંબાઈનો ૬ માર્ગીય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હોવાની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરી હતી. જે અનુસંધાને આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નેશનલ હાઈ-વે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે.જૈન, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જીનીયરો ચિરાગ પંડ્યા અને કે.એસ.ગોહેલ વગેરેએ ગોંડલ ચોકડીની સાઈટ વિઝિટ કરી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન એક જટિલ પ્રશ્નનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં, હાલ વાહનચાલકોએ ગોંડલ ચોકડી ખાતેના સર્કલને ચક્કર લગાવી “યુ ટર્ન લેવો પડતો હોય છે જેના કારણે પણ વાહનોની ગતો એકદમ ધીમી બનતા આ ચોકમાં ટ્રાફિક પ્રશ્ન ઉભો થતો રહે છે જેનો ઉકેલ લાવવાની યોજનાને આજે આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
મેયર અને મ્યુનિ. કમિશનરએ આજની સ્થળ મુલાકાત અંગે માહિતી આપતા એમ કહ્યું હતું કે, આ સાઈટ વિઝિટ દરમ્યાન એ બાબત ખાસ ધ્યાનમાં લેવામાં આવી હતી કે, અત્યારે બી.આર.ટી.એસ.વાળા રોડ પરી અમદાવાદ જવા-આવવા માટે બી.આર.ટી.એસ.ના છેલ્લા બસ સ્ટોપ પાસેી “યુ ટર્ન લઈ સર્કલને ચક્કર લગાવીને આવાગમન કરવું પડે છે. જેના કારણે ગોંડલ ચોક સતત વાહનોી ધમધમતો જ રહે છે. જોકે હવે આ ચોક ખાતે એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ બની રહયો છે ત્યારે “યુ ટર્ન અને સર્કલને ચક્કર લગાવવાના પ્રશ્નનો પણ સાથો સાથ નિકાલ લાવવાનું આયોજન કરી લેવામાં આવેલ છે. જેમાં રાજકોટમાંથી ગોંડલ ચોક ખાતેી અમદાવાદ તરફ જવા માટે વાહનચાલકો બી.આર.ટી.એસ. રોડ પર છેલ્લા બસ સ્ટોપ પાસેથી સીધા જ નેશનલ હાઈ-વે પરના ઓવરબ્રીજ પર જઈ શકે તે માટે એક નવા એલિવેટેડ રેમ્પનું નિર્માણ કરવામાં આવનાર છે. આ કાર્ય માટે પણ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા રૂ.૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આ માટેની જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવશે.