હેલ્થ અવેરનેસ સેમિનારમાં વિદ્યાર્થીનીઓને રૂબેલા-ઓરી-ડેન્ગ્યું-મલેરિયા અંગે જાણકારી આપવામાં આવી
વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર ક્ધયાશાળામાં સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને રૂબેલા વેક્સિન અને ઓરી-ડેન્ગ્યું-મલેરિયા જેવા રોગો અંગે જાણકારી આપી સ્વાસ્થ્ય વિષયક જાગૃતતા ફેલાવવામાં આવી હતી.સ્વાસ્થ્ય જાગૃતતા કાર્યક્રમમાં સ્વાસ્થ્ય વિભાગનાં અધિકારી જાની સાહેબ, આત્મજાવૃંદ ગૃપનાં પારૂલબેન દેસાઈ, પલ્લવીબેન દેસાઈએ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તથા ડો. કમલેશભાઈએ પ્રાથમિક વિભાગમાં સ્વાસ્થ્ય વિષયક માહિતી વિદ્યાર્થી-વાલીઓને આપી હતી. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, ટ્રસ્ટી રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગરે હેલ્થ અવેરનેસ સેમિનારનાં આયોજન તથા સફળતા માટે પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મર અને દર્શનાબેન દોમડીયાને શુભેચ્છા પાઠવી હતી.