મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સ્પષ્ટ કહી દીધું કે ઝાકિરને પ્રત્યાર્પણ કરશે નહીં
વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઇકની મુશ્કેલીઓ થોડીક ઓછી થઇ ગઇ છે. મલેશિયામાં રહેતા નાઇકને પ્રત્યર્પણની ત્યાંની સરકારે ના પાડી દીધી છે. મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે શુક્રવારના રોજ કહ્યું કે તેમણે ભારત મોકલાશે નહીં. આપને જણાવી દઇએ કે ઝાકિર નાઇક કેટલાંક સમયથી મલેશિયામાં શરણ લઇને રહેતો હતો.
ભારત અને મલેશિયાની વચ્ચે આતંકવાદથી છુટકારાને લઇ વધતા સહયોગ છતાંય નાઇક મલેશિયામાં શરણ મેળવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૩૧મી મેનારોજ ત્યાંની મુલાકાત બાદ નાઇકની મુશ્કેલી વધી ગઇ. મલેશિયન વડાપ્રધાને પણ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ નાઇકને પાછો ભારત આપશે. આની પહેલાં કેટલીય વખત નાઇકે ભારત પરત ફરવાનો ઇન્કાર કર્યો છે.
મેડિકલ ડોકટર તરીકે કેરિયરની શરૂઆત કરનાર નાઇક ૧૯૯૦ના દાયકામાં ટેલિવિઝન પર ઉપદેશ આપવા લાગ્યો હતો. જો કે બાદમાં બ્રિટન અને કેનેડા સહિત કેટલાંય પશ્ચિમી દેશો અને બાંગ્લાદેશના શેખ હસીના સરકારે તેમના વિવાદાસ્પદ ભાષણોના લીધે તેમની એન્ટ્રી પર આપણે ત્યાં રોકી દીધા હતા. બાંગ્લાદેશ પોતાના ત્યાં તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા માટે નાઇકને જવાબદાર માને છે. આ હુમલો ૨૦૧૬માં ઢાકામાં થયો હતો.