ચોમાસામાં વરસાદના કારણે કપલાને સુકવવામાં આવે ત્યારે પૂરતો તળકો ન મળવાને કારણે કપળામાં ભેજ રહી જાય છે અને તેમાથી દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ વાળા કપળા પહેરવાની પણ મજા નથી આવતી ત્યારે આ વાંસથી છુટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ છે તમારા માટે…
કબાટને સાફ રાખો…
સૌ પ્રથમ તમે જે કબાટમાં કપળા રાખો છો એ કબતને સરખી રીતે સાફ કરો અને તેને કપૂરના પાણી વાળું પોતું મારો. આટલું કર્યા બાદ તેને સરખી રીતે કોરું થવા દો. પછી તેમાં કપળા ગોઠવો ,તેમાથી ભેજની વાંસ દૂર થાય છે.
ન સુકવો…
વરસદમાં અસમાન્ય રીતે કપલા સુકવવા એ મુશ્કેલી જ છે ત્યારે જ્યારે પણ કપળા ધોઈએ ત્યારે તેને સંપૂર્ણ નિતર્યા બાદ જ ખુલા કરી સુકવો અને તેને સતત હવા મળી રહે તેવી જગ્યાએ સુકવવા જોઈએ.
કીમતી કપળાને ભેજથી બચાવો…
કબાટમાં રાખેલા મોંઘા અને કીમતી કપળાને ભેજથી બચાવવા માટે તેને પ્લાસ્ટિકના કવરમાં રાખો, જેનાથી તે કબતના ટચમાં નહીં આવે અને ભેજ ન લાગવાથી ખરાબ પણ નહીં થાય.
ભીના કપળા…
ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે બીના અથવા તો ભેજ વાળા કપળા ક્યારેય કબાટમાં ન મૂકો. તેનાથી કપળામાં વધુ વાંસ પ્રસરે છે.
ફિનાઇલની ગોળી…
આમ તો એ દરેકને ધ્યાનમાં જ હોય છે કે ફિનાઇલની ગોળી કબાટમાં રાખવી જોઈએ પરંતુ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે કસ કબાટમાં રાખવી જોઈએ કારણકે તેને કબાટમાં રાખવાથી કાપવાની વાંસ પણ દૂર થાય છે અને ભેજથી થતાં બેક્ટેરિયા પણ દૂર થાય છે.
બેકિંગ સોળા..
કપળાને જ્યારે ધોવો છો ત્યારે તેમાં થોડા બેકિંગ સોળા નાખવાથીપણ કપળા માઠી આવતી વાંસ દૂર થાય છે.