વોર્ડમાં ચાર ઝોનમાં સફાઈ અભિયાન: ૨૬ ટન કચરો નીકળ્યો
ચોમાસાની ઋતુ શરુ થયેલ હોઈ ત્યારે શહેરમાં ગંદકીના કારણે રોગચાળો પ્રસરવાની શકયતા વધારે રહે છે. જેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ તમામ વોર્ડમાં વન ડે વન વોર્ડ મારફત સફાઈ ઝુંબેશ થાય તેવું આયોજન કરવામાં આવેલ જેના અનુસંધાને આજે વોર્ડ નં.૦૧માં વન ડે વન વોર્ડ અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશનો મેયર બિનાબેન આચાર્યએ પ્રારંભ કરાવ્યો હતો.આ અવસરે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, આશિષભાઈ વાગડિયા, ડે.કમિશનર નંદાણી, સિટી એન્જીનિયર દોઢીયા, આરોગ્ય અધિકારી ડો.ચુનારા, ડો.પી.પી. રાઠોડ, પર્યાવરણ અધિકારી નીલેશ પરમાર, દિગ્વિજયસિંહ તુવર, વોર્ડના એસ.આઈ., એસ.એસ.આઈ વિગેરે ઉપસ્તિ રહ્યાં હતા. જેમાં ૨૬ ટન કચરાનો નિકાલ કરાયો હતો.
વન ડે વન વોર્ડ સ્વચ્છતા તા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત આજરોજ વોર્ડ નં.૧થી શુભારંભ કરવામાં આવેલ છે. જેમા બ્લોક વાઈઝ વોર્ડ નં.૧ના ચાર ભાગ કરવામાં આવેલ છે.આ સફાઈ ઝુંબેશમાં નાણાવટી ચોકી, રાજગોકુલ પાન ચોકી, ગાયત્રી ડેરી વાળો રોડ, એસ.કે. ચોકી, ખોડીયાર પાન ચોક, જીવંતિકાનાગર મેઈન રોડ, લાલબહાદુર રોડી રામાપીર ચોકડી, ધરમનગર મેઈન રોડ, સતાધાર પાર્ક, વિગેરે તમામ રૂટોને આવરી લેવામાં આવેલ, આ ઉપરાંત વોર્ડ નં.૦૧ના જુદા જુદા પ્લોટો ગાયત્રી ડેરી સામેનો પ્લોટ, ગાંધીગ્રામ, જીવંતિકાનગર આંગણવાડી પાસેનો પ્લોટ, ગૌતમનગર શેરી નં.૧ નો પ્લોટ, ન્યુસન્સ પોઈન્ટ વેલના ચોક, એરો દીવાલ ગોવિંદનગર પ્લોટ તા સફાઈનો તમામ સોસાયટીઓમાં ગાંધીગ્રામ શેરી નં. ૧ી ૧૨, ગૌતમ નગર શેરી નં.૧થી ૭, કષ્ટભંજનનગર સોસાયટી શેરી નં. ૧થી ૭, જીવંતિકાનગર શેરી નં.૧ થી ૯, શાહનગર, શક્તિનગર, ગોવિંદનગર, સત્યનારાયણનગર, સત્યનારાયણ પાર્ક સોસાયટી, એવીજ રીતે બ્લોક નં.૨ અક્ષરનગર ૫ પ્લોટ, અક્ષરનગર આંગણવાડી પાસે, છ.ઈ.ઊં. પાર્ક સામે પ્લોટ, તા બ્લોક નં.૩ મા સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો પ્લોટ, રૈયાગામ વિસ્તાર, નાણાવટી ચોક આવાસ પાસેનો પ્લોટ, તેમજ બ્લોક નં.૪મા શાીનગર શાક માર્કેટ રોડ, હિંમતનગર રોડ થી ધાર સુધી, રૈયાધાર ચોક પાણીના ટાંકા પાસે સફાઈ કરવામાં આવેલ. આ ઉપરાંત બી.એસ.યુ.પી. આવાસ, નવા ગાર્બેજ સ્પોટ પાછળ, ટોયલેટ સફાઈ આ ઉપરાંત ગાડી દ્વારા વોર્ડ નં.૦૧માં આવેલ યુરીનલ રામાપીર ચોકડી, ગંગેશ્વર મંદીર લાગુ હોકર્સ ઝોન, રૈયા ગામ, રૈયા ધાર, મારવાડી વાસ પાસે, હિંમતનગર ગૌશાળા વિગેરે જગ્યાએ સફાઈ કરવામાં આવેલ.
મેયર, ડે.મેયર અને ચેરમેનની જાહેર અપીલ
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડે એક જાહેર સંયુક્ત અપીલમાં નગરજનોને એમ જણાવાયું હતું કે, સરકાર અને સનિક મહાપાલિકા તંત્ર દ્વારા હા ધરાયેલ સ્વચ્છતા મિશન આખરે તો આપણા સહુના માટે છે. આ એક એવું સામાજિક અભિયાન છે જે માત્ર એક પક્ષીયરીતે ચાલે તો તેના અપેક્ષિત પરિણામ મળી શકે નહી. આ અભિયાનમાં જ્યાં સુધી આમજનતા, વિવિધ શૈક્ષણિક સંસઓ, વ્યવસાયિક સંકુલો વિગેરેનો સમજદારી પૂર્વકનો સહયોગ પ્રાપ્ત ન થાય તો આ અભિયાન અધૂરું ગણાય. માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હા ધરવામાં આવેલા સ્વચ્છ રાજકોટ અભિયાનમાં સૌનો સા મળી રહે તે જરૂરી હોય સૌ તેમાં સામેલ થાય તેવો હૃદયપૂર્વકનો અનુરોધ છે.
શહેરી વિસ્તારોમાં ખાસ કરીને બહેનોએ પોત પોતાની શેરીઓમાં કે આજુ બાજુના ખુલ્લા પ્લોટમાં કચરો નાખવાના બદલે ટીપર વાનમાં જ કચરો નાખવા મેયરે ખાસ અપીલ કરેલ. તેમજ શાકભાજીના, ખાણી પીણીના તેમજ અન્ય વેપારીઓએ પણ પોતાના વ્યવસાય સ્ળે આજુબાજુમાં જાહેર સ્ળોએ નહી ફેકવા પદાધિકારીઓએ અપીલ કરેલ છે.