રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઇ.પી.ઓ લાવ્યાના ૪૦ વર્ષની ઉજવણીના પ્રસંગે આર.આઇ.સેલ.ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ ડી.અંબાણીએ તેમના પિતાશ્રી અને કં૫નીના સ્થાપક ચેરમેન ધીરુભાઇ અંબાણીને શ્રદ્વાંજલી આપતાં જણાવ્યું હતું કે તેઓ ધીરુભાઇ પાસેથી સાહસ, સહાનૂભૂતિ, ટેકનોલોજી, અને કૌશલમાં શ્રદ્વા કેળવવાના ગુણો શીખ્યા હતા. આ ગુણોના કારણે જ આજે તેઓ આર.આઇ.સેલ.ને દિશાનિર્દેશ આપીને નવી ઉંચાઇ પર લઇ જઇ શક્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ધીરુભાઇ અંબાણીની ૧૬મી પુણ્યતિથિએ તેમના ટેકનોલોજી પ્રત્યેના જોડાણ અને શ્રદ્વા અંગે વાત કરવી છે. ધીરુભાઇ અંબાણીનું વિઝન ઘણું વિશાળ હતું. તેઓ પોતાના વ્યવસાય ક્ષેત્રમાં થઇ રહેલાં નિત-નવાં સંશોધનો, આવિષ્કારો અને જાગતિક પ્રવાહોથી પોતાની જાતને સતત અવગત રાખતા હતા. આ જ કારણ છે કે તેઓ પોતાના સમયથી ઘણું આગળ વિચારી શકતા હતાં.
એડનથી ભારત પરત આવ્યા બાદ મરી-મસાલા, યાર્ન વિગેરેના વ્યાપારમાં હાથ અજમાવ્યા પછી ઉત્પાદન ક્ષેત્રે ઝૂકાવવાનું નક્કી કર્યુ અને અમદાવાદના સીમાડે આવેલા નરોડા વિસ્તારમાં કાપડના ઉત્પાદન માટે નવું એકમ શરુ કર્યુ. ધીરુભાઇ અંબાણી સારી રીતે જાણતા હતા કે ટેકનોલોજીમાં કરવામાં આવેલું રોકાણ ક્યારેય એળે જવાનું નથી. તદ ઉપરાંત તેનાથી ઓછા સમયગાળામાં ઉત્તમ ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો મેળવી શકાય છે. વળી ઉત્પાદનની ગુણવત્તામાં પણ સાતત્યતા જળવાઇ રહે છે.
ધીરુભાાઇની ટેકનોલોજીમાં આ શ્રદ્વાને કારણે રિલાયન્સ ગૃપના નરોડા ટેક્સસ્ટાઇલ એકમને સન ૧૯૭૫માં વિશ્વ બેંક તરફથી ભારતના સૌથી મોર્ડન ટેક્સસ્ટાઇલ કોમ્પલેક્સ તરીકે નવાજવામાં આવ્યું હતું. તે સમયગાળામાં જ્યારે અમદાવાદમાં માતબર કાપડ મિલો એક થયા બીજા કારણે ટપોટપ બંધ પડવા માંડવાની શરુઆત થઇ હતી ત્યારે ધીરુભાઇની નરોડા મિલમાં મોર્ડન ટેકનોલોજી દ્વારા બનાવવામા આવતા કાપડને એટલી સ્વીકૃતિ થઇ કે ‘વિમલ’ બ્રાન્ડનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું.રિલાયન્સ દ્વારા જામનગરમાં જ્યારે પ્રથમ રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી ત્યારે પણ ધીરુભાઇએ તે સમયની સર્વોત્તમ ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખ્યો હતો. તેના કારણે જ દુનિયાની શ્રેષ્ઠ રિફાનરીઓમાં ખૂબ ઉંચો કોમ્પલેક્સિટી ઇન્ડેક્સ ધરાવતી રિફાઇનરીઓમાં રિલાયન્સ રિફાઇનરી મોખરાનું સ્થાન ધરાવે છે. જામનગર રિફાનરી અને પેટ્રોકેમિકલ કોમ્પલેક્સનો નેલ્સન કોમ્પલેક્સિટી ઇન્ડેક્સ ૧૪ છે.
એટલું જ નહિં, આજે રિલાયન્સની જામનગર રિફાઇનરી કોઇપણ પ્રકારનાં ક્રૂડ ઓઇલનું શુદ્વિકરણ કરે છે. ક્રૂડની ઓઇલની ગુણવત્તા તેની મિઠાસ અને ખટાશમાં મપાય છે. વધુ ખટાશવાળું ક્રૂડ ઓઇલ બધી જ રિફાઇનરીઓ, ખાસ કરીને જૂની ટેકનોલોજી ધરાવતી રિફાઇનરીઓ, પ્રોસેસ ન પણ કરી શકે.
રિલાયન્સે એવી ટેકનોલોજી અપનાવી જે તમામ પ્રકારનાં ક્રૂડ પ્રોસેસ કરી શકે. વધુમાં રિલાયન્સની જામનગર રિફાઇનરી દ્વારા પ્રાપ્ત ગ્રોસ રિફાઇનિંગ માર્જિન માત્ર ભારતમા આવેલી રિફાઇનરી ઓ જ નહીં પરંતુ સિંગાપોર રિફાઇનંગ માર્જિન કરતાં પણ ઉંચુ છે.ધીરુભાઇના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગના આગ્રહને કારણે વૈશ્ર્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવના કારણે સમગ્ર માર્કેટમાં આવેલી કપરી પરિસ્થિતિઓનો સામના કરીને રિલાયન્સની રિફાઇનરી નવી ઉંચાઇઓ સર કરી રહી છે.
ધીરુભાઇ અંબાણીના વારસાને આગળ વધારતાં શ્રી મુકેશ ડી.અંબાણીએ રિલાયન્સના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્માં સતત નવી ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સમાં સ્થાપવામાં આવેલું વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું રિફાઇનરી ઓફ ગેસ ક્રેકર કોમ્પલેક્સ (આર.ઓ.જી.સી.) પણ નવી ટેકનોલોજી પ્રત્યેની રિલાયન્સની અપ્રતિમ શ્રદ્વા દર્શાવે છે. સ્થાપક ચેરમેન ધીરુભાઇના વિઝનના ફળસ્વરુપે સ્થપાયેલા આ કોમ્પલેક્સથી ઉત્પાદન કદમાં તો વધારા થશે જ પરંતુ ઉત્પાદન ખર્ચમાં ઘણી કરકસર થતાં કંપનીની ઉત્પાદકતા તેમજ નફાકારતામાં વધારો થશે, જેનો લાભ શેરધારકોને પણ મળશે.
શ્રીમુકેશ ડી.અંબાણીએ ધીરુભાઇની અદ્યતન ટેકનોલોજી પ્રત્યેના જોડાણને આત્મસાત કર્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ રિલાયન્સ જિયો કરતાં વધારે બીજું શું હોઇ શકે? નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી ૪જી વોલ્ટીન ભારતમાં પ્રચલિત બનાવવાનું શ્રેય રિલાયન્સ જિયોને ફાળે જાય છે. આ નવી ટેકનોલોજીના કારણે ભારતીય ટેલિકોમ માર્કેટમાં આવેલા સકારાત્મક પરિવર્તનથી દેશની જનતાને આર્થિક ફાયદો થવા ઉપરાંત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘ડિજીટલ ઇન્ડિયા’ના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદ મળી છે.
ટેક્સસ્ટાઇલથી માંડીને રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ તેમજ ટેલિકોમના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખતા ધીરુભાઇ અંબાણીના વિઝનના કેન્દ્રમાં સામાન્ય લોકો થતો લાભ જ રહ્યો છે. ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્વા, જોડાણ અને આગ્રહનાં ફળ ભારતની સામાન્ય જનતાને ચાખવા મળી રહ્યાં છે.