ભેજાબાજ ગઠીયાની કરતૂતથી બેંક અધિકારીઓ પણ સ્તબ્ધ : તપાસનો ધમધમાટ

જૂનાગઢ બીએસએનએલના ઓફિસ સુપ્રિટેન્ડેડ અને તેમના પત્નીના ખાતામાંથી કોઇએ ૬૭,૦૦૦ રુપિયા ઉ૫ાડી લીધા છે. આ અંગે પોલીસ અને સાયબર ક્રાઇમમાં રજૂઆત બાદ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો અનુસાર ગાંધીગ્રામ ખાતેની બીએસએનએલમાં ઓફિસ સુપ્રિટેન્ડેડ તરીકે ફરજ બજાવતા કિરીટભાઇ ઘાઘલે તેમના ખાતામાંથી ૧૩,૦૦૦ રુપિયા ઉપાડ્યા હતા. બાદમાં તેમના પત્ની રાજેશ્રીબેને પણ પોતાના ખાતામાંથી ૧૩૦૦૦ રુપિયા ઉપાડ્યા હતા. જો કે સાંજના ૪ વાગે કીરીટભાઇના મોબાઇલમાં મેસેજ આપ્યો કે રુપિયા ૨૭,૦૦૦ ઉપડ્યા છે. અને ૭૫૦૦ રુપિયા નાથુજીના નામે ટ્રાન્સફર થયા છે એજ રીતે રાજેશ્રીબેનના ખાતામાંથી ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો હતો આમ કોઇએ પતિ-પત્નિ બંનેના ખાતામાંથી તમામ રકમ ઉપાડી લીધી હતી.

આ અંગે પોલીસ અને સાયબર ક્રાઇમમાં રજૂઆત કરાવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે. બેંક ખાતા નંબર એટીએમ પાસવર્ડ પણ આપ્યા નથી અને એટીએમ કાર્ડ પણ ગુમ થયુ નથી છતા નાણા ઉપડી ગયા છે. સાયબર ક્રાઇમના જણાવ્યા મુજબ કોઇએ ક્લોનીંગ સીસ્ટમથી નાણા ઉપાડી લીધા હોય તેવુ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.