ઉપલેટા આયુષ ડોકટર એસો. દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામે આયુષ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા ડો.વિજયભાઈ ગજેરા ઉપર ઉપલેટા તાલુકાના જાળ ગામના પીયુષ હુંબલ, હર્ષદ હુંબલ, વિશાલ હુંબલ નામના આરોપીઓએ કલીનીકમાં આવી ડોકટર સો ઉઘ્ધતાઈભર્યું વર્તન કરી અને કલીનીકમાં તોડફોડ કરીને કાયદાનો ભય ન હોય તે રીતે જે વર્તન કરેલ છે અને ગુન્હાહિત કૃત્ય કર્યું છે જેનો ઉપલેટા આયુષ ડોકટર એસોસીએશન દ્વારા વિરોધ કરાયો હતો.મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ડોકટરો પર વધતા જતા આવા હુમલાઓના બનાવોને અટકાવવા માટે કાયદામાં સુધારો કરી ગંભીર પ્રકારનો ગુન્હો ગણી બિનજામીનલાયક ગુન્હો ગણવા રજુઆત કરી છે.
ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કાયદામાં સુધારો કરીને ડોકટરો પર હુમલા ન થાય તે માટે ગંભીર પ્રકારનો ગુન્હો ગણવા માટે સરકારમાં રજુઆત પહોંચાડવા તેમજ ઉપરોકત બનાવમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
આજે આવેદન આપતી વખતે ડો.વી.એમ.જસાણી, ડો.નયન સોલંકી, ડો.હિતેષ બારોટ, ડો.ચિરાગ ડાંગર, ડો.જયેન્દ્ર વાળા, ડો.માધવ કારીયા, ડો.વિજય ગજેરા, ડો.આયુષ સુરેજા, ડો.ભાવેશ સોજીત્રા, ડો.ગુણવંત શાહ, ડો.પી.ડી.બોરડ, ડો.એ.વી.ગજેરા સહિતના ડોકટરો હાજર રહી આવેદનપત્ર સુપરત કરવામાં આવેલ હતું.