હાલના સમયમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે. સામાન્ય વરસેલા વરસાદમાં ખેતરોમાં વાવેલું બિયારણ હાલ બળી જવાની તૈયારીમાં છે.ત્યારે ખેડૂતો એક કે ઘણાં દિવસમાં સારા વરસાદની આશા સેવી રહ્યાં છે .જો વરસાદ ના પડે તો બિયારણ બળી જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે સામાન્ય રીતે ભીમ અગિયારસના સમય આજુબાજુ વાવણી લાયક વરસાદ થતો હોય છે અને તેની આશાએ ખેડૂતો પોતાના ખેડેલા ખેતરમાં વાવેતર કરે છે. જેથી સારો વરસાદ થતા જ વાવેલું બિયારણ ઉગી નીકળે અને સારો પાક લઇ શકાય.પરંતુ હાલની સ્થિતિમાં વરસાદ ખેંચાયો છે. હજુ સુધી ધોરાજી પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી જેથી કોરામાં વાવેતર કરેલું બિયારણ સામાન્ય વરસાદમાં સડી જવાની તૈયારીમાં છે.
એટલેકે બિયારણ બળી જવાની તૈયારીમાં હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો સારા વરસાદની આશા એક કે બે દિવસમાં થાય તેની રાહ જોઈ રહ્યા છે અને જો હજુ વરસાદ ખેંચાય તો ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની શકે છે અને બિયારણ બળી જતા નવા બિયારણ માટે તેમની પાસે રૂપિયા ના હોય તે સરકાર પાસે આ બાબતે મદદની માંગ કરી રહ્યાં છે. ઉપરાંત સારું અને મોંધુ બિયારણ બળી જતા ફરી બનાવટી બિયારણ જો વાવેતરમાં આવી જાય તો પણ પાક ના લઇ શકાય એટલેકે ગણતરી મુજબનો પાક ના મળે તેવો ભય પણ સતાવી રહ્યો છે