ટેકાના ભાવમાં વધારો કરવાના કેન્દ્ર સરકારનાં નિર્ણયને આવકારતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા
ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કેન્દ્રની સરકારે ખેડુતો માટે ટેકાના ભાવે જાહેર કરતા તેને આવકારી કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી.
રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ગઈકાલે કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં બેઠા-બેઠા ગુજરાતના ખેડુતોની ચિંતા કરે છે. ખેડુતોની ૧૪ જેટલી જણસીના ભાવોમાં વધારો કરી લોકસભાની ચુંટણીમાં આપેલ વચન પુરુ કરેલ હોય તેવા અત્યાર સુધીમાં એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.
કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણસીના ભાવ આવકારતા જણાવેલ કે કેન્દ્રની ભાજપની સરકારે કપાસ, મગફળી, સોયાબીન, તલ, બાજરી, અળદ, તુવેર, ડાંગર સહિત ખેડુતોના મુખ્ય ૧૪ જેટલા પાકોમાં ટેકાના ભાવમાં ગત વર્ષ કરતા વધુ વધારો કરી ખેડુતોને દસ વર્ષમાં સૌી વધુ ભાવો વધારા કરી લોકસભાની ચુંટણીમાં આપેલું વચન પાળી બતાવ્યું છે.
વધુમાં જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે ખેડુતોની જણસીના ટેકાના ભાવોમાં વધારો તા કેન્દ્ર સરકાર પર બાર હજાર કરોડનો વધારાનો બોજો પડશે જયારે ફુડ સબસીડીમાં પણ આટલો જ બોજો વધશે. જણસીના ભાવ વધારાી ગુજરાતના ખેડુતોને અબજો પિયાના ફાયદો થશે.
કૃષિ ખર્ચની દોઢ ગણી રકમ લઘુમત ટેકાના ભાવ અત્યાર સુધીમાં ભાવ વધારો છે. અંત ચુંટણીમાં ખેડુતોને આપેલુ વચન પાડી બતાવવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલા છે તેમ જણાવી રાજયના કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્રની સૌી ખેડુતોની મોટી બેન્ક ગણાતી રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ આ નિર્ણયને આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભેચ્છા પાઠવી હતી.