વઢવાણ, જી.આઇ.ડી.સી. માં ગાયત્રી એન્ટરપ્રાઇઝના માલીક અરવિંદભાઇ મગનલાલ ભુતડા (મહેશ્ર્વરી) તથા ગીરીશભાઇ મદનલાલ ભુતડા (મહેશ્વરી) તેલમાં સોયાબીન તથા પામોલીન તેલની અંદર સીંગતેલના એસેન્સનું મિશ્રણ કરી પોતાના ફાયદા માટે તેમજ તેલના વેચાણમાં વધુ નફો મેળવવા માટે આ સોયાબીન તથા પામોલીન સીંગતેલ ન હોવાનું પોતે જાણતો હોવા છતાં સામાન્ય પ્રજાને સીંગતેલ તરીકે વેચાણ કરી સામાન્ય પ્રજા સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરી આ સીંગતેલનું એસેન્સ ડીસાના નિલેશકુમાર રતીલાલ ચોખાવાળા પાસેથી મંગાવી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી ભેળસેળ કરેલ સીંગતેલ ડબ્બ નંગ ૩૦૯ રૂ ૪,૩૨,૬૦૦ તથા પ્લાસ્ટીક કેન નંગ ૧૦૨ રૂ ૫૧,૦૦૦ તથા સીંગતેલ બનાવવાનું એસેન્સ ૧પ લીટર (૩ કેન) રૂ ૨૧,૦૦૦ મળી કુલ રૂ ૫,૦૪,૬૦૦ નો મુદામાલ ગાયત્રી એન્ટરપ્રાઇઝ મીલને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરી મીલ માલીક વિરુઘ્ધ સુ.નગર સીી બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં ગુનો રજી. કરવામાં આવેલ છે. વધુ તપાસ ચાલુ છે. સીંગતેલનું ભેળસેળ કરતા સુ.નગર તથા આજુબાજુના વિસ્તારના વેપારીઓમાં ફફડાટ મચી ગયેલ છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો