-
બાંગ્લાદેશે પોતાના ટેસ્ટ ઇતિહાસમાં સૌથી નીચો સ્કોર નોંધાવ્યો
-
ચાર બેટ્સમેન તો ખાતુ પણ ન ખોલાવી શક્યા
વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીના પ્રથમ મેચમાં મહેમાન બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર ૪૩ રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. બાંગ્લાદેશના ટેસ્ટ ઇતિહાસનો આ સૌથી ન્યુનતમ સ્કોર છે. વેસ્ટ ઇન્ડિઝના બોલર્સ સામે બાંગ્લાદેશની ટીમ એકાએક ધરાશાયી થઇ જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે.
બાંગ્લાદેશની આખી ટીમ માત્ર ૧૮.૪ ઓવર જ રમી શકી હતી. બાંગ્લાદેશનો લીટન દાસ એકમાત્ર એવો ખેલાડી હતો જે બે આંકડામાં રન બનાવી શક્યો છે. લીટને રપ રન બનાવ્યા હતા. આખી ટીમના ચાર બેટકસમેન તો ખાતુ પણ ખોલાવી શક્યા ન હતા. શાકીબ અલ હસન, મહમુદુલ્લાહ અને રહીમ જેવા ખ્યાતનામ ખેલાડીઓ પણ વેસ્ટ ઇન્ડિઝની બોલીંગ સામે ફેઇલ થયા હતા.
મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી બાંગ્લાદેશને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પાંચમી ઓવરમાં ૧૦ રનના સ્કોર પર બાંગ્લાદેશને તામીલ ઇકબાલના પમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશના ખેલાડીઓ તુ જા અને હું આવું જ છું તેવી રીતે એકાએક વિકેટ ફેંકવા લાગ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી બોલર કેમાર રોચે પાંચ ઓવરમાં માત્ર ૮ રન આપી પાંચ વિકેટો ઝડપી હતી. જ્યારે એમ.કમિન્સે ૩ અને જેસર હોલ્ડરે બે વિકેટ લીધી હતી.