મુખ્યમંત્રી રૂપાણી અને જેટ્રોના ચેરમેન ઇસીએની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો
૨૦૧૭માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની ગુજરાત મુલાકાત વેળાએ જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જેટ્રો)ના સપોર્ટ સેન્ટર માટે એગ્રીમેન્ટ થયા હતા. આ સપોર્ટ સેન્ટરનું આજે મુખ્યમંત્રી રૂપાણી અને જેટ્રોના ચેરમેન તથા સીઇઓ હીરોયુકી ઇસેગેની હાજરીમાં શુભારંભ થયો છે. આ બિઝનેસ સેન્ટર શરૂ થતા જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણો કરવા સરળતા થશે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે જાપાન સાથે મૈત્રી કેળવવાના પ્રયાસ કર્યા હતા. જેના સારા પરિણામો હવે મળી રહ્યા છે.