સૌરાષ્ટ્રના આઠ જીલ્લાના યુ.આઇ.ડી. માલમલતદારે અને નાયબ મામલતદારો સાથે મહત્વની બેઠક
યુનિક આઇડેન્ટીટી નંબર એટલે કે આધાર કાર્ડ સંદર્ભે આવતીકાલે યુઆઇડીના ડે.ડાયરેકટર મુંબઇ રાજકોટ આવી રહ્યા છે.
અને તેઓ સૌરાષ્ટ્રના આઠેય જીલ્લાના યુઆઇડી મામલતદાર અને નાયબ મામલતદાર સાથે મીટીંગ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિક આઇડેન્ટીટી નંબરની કામગીરી સંદર્ભે આવતીકાલે યુઆઇડી ડે. ડાયરેકટર મુંબઇ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.
તેઓ રાજકોટની મુલાકાત દરમિયાન જીલ્લા કલેકટર કચેરી ખાતે સૌરાષ્ટ્રના આઠેય જીલ્લાના યુઆઇડી મામલતદાર અને નાયબ મામલતદારો સાથે મીટીંગ યોજી છે.
વધુમાં સૌરાષ્ટ્ર રીજીયનની આ બેઠકમાં યુઆઇડી ડે.કલેકટર રાજકોટ, જામનગર, ભાવનગર, સુ.નગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લાના યુઆઇડી અધિકારીઓ સાથે આધાર કાર્ડ સંદર્ભ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરનાર હોવાનું જાણવા મળ્યું છે.