ફિઝીયોથેરાપીમાં રૂ.૫૦,૦૦૦થી ૩.૨૭ લાખ જયારે આયુર્વેદમાં રૂ.૩.૫ લાખી ૪.૮૧ લાખ સુધીની ફી ચુકવવી પડશે
મેડીકલની ફી રેગ્યુલેટરી કમીટીએ ફિઝીયોથેરાપી આયુર્વેદ અને હોમિયોપેથી સહિતના પેરા મેડીકલ કોર્ષો માટેનું ફી માળખુ જાહેર કરી દીધુ છે. રાજયની ૬૬ ફિઝીયોથેરાપી કોલેજની ફી રૂ.૫૦,૦૦૦ી શરૂ કરી રૂ.૩.૨૭ લાખ સુધીની નક્કી કરાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફીમાં તોતીંગ વધારો ઝીંકાયો છે.
ફિઝીયોથેરાપી, આયુર્વેદ અને હામિયોથેરાપી કોર્ષોમાં દર વર્ષે ૫ થી ૬ ટકાનો ફી વધારો થાય છે. જો કે, ૭૫ ટકા ગવર્નમેન્ટ કવોટા અને ૧૦ ટકા મેનેજમેન્ટ કવોટાની ફીમાં કોઈ તફાવત ની. આ વર્ષે તમામ કોલેજોમાં ૧૨ થી ૪૦ ટકા જેટલો ફી વધારો ઝીંકાયો છે. સી.યુ.શાહ કોલેજની વાત કરીએ તો તેમાં ફીમાં ૪૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, ફી રેગ્યુલેટરી કમીટીએ વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧માં વિર્દ્યાથીઓની પ્રવેશ ફીમાં ૮ થી ૯ ટકાના વધારાની છૂટ આપી છે. ઉદાહરણ તરીકે વડોદરાની ફિઝીયોપેરાપી કોલેજની વાત કરીએ તો તેમાં ગવર્નમેન્ટ કવોટા માટે ૩.૧૧ લાખ રૂપિયા ફી જયારે મેનેજમેન્ટ કવોટામાં ૫.૩૦ લાખ રૂપિયા ફી છે તેમ છતાં કવોટા પ્રમાણે વધારો જોઈએ તો, ગર્વનમેન્ટમાં ૩.૨૯ લાખ રૂપિયાનો વધારો વર્ષ ૨૦૧૯-૨૦ માટે અને ૩.૬૯ લાખ રૂપિયા ૨૦૨૦-૨૧ માટે શે. આયુર્વેદ કોલેજની વાત કરીએ તો તેમાં ફીનું માળખું રૂ.૩.૫ લાખી વધુમાં વધુ રૂ.૪.૮૧ લાખ સુધી નક્કી યું છે.