સરકારે કરેલી તાકીદ બાદ વોટસએપના ત્વરીત પગલા અફવાઓ ફેલાતી રોકવા માટે સિસ્ટમ વિકસાવવા ઉંધા માથે
વોટસએપના માધ્યમથી ફેલાતા જુઠ્ઠાણાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. છેલ્લા એક મહિનમાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રીય હોય તેવી અફવાના પગલે ૨૭થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. પરિણામે અફવા રોકવા કેન્દ્ર સરકારે વોટસએપને તાકીદ કરી છે. જોકે વોટસએપ આ પ્રકારના મેસેજ રોકી શકે તેમ નથી જેથી કંપનીએ ગલત સમાચાર રોકડવાનો આઇડીયા આપનારને રૂ.૩૫ લાખના ઇનામની જાહેરાત કરી છે.
વોટસએપને સૌથી સરળ મેસેજીંગ સર્વિસ ગણવામાં આવે છે પરંતુ વોટસએપના વધતા ઉપયોગની સાથે દુરઉપયોગ પણ થઇ રહ્યો છે. બિભત્સ, લોહીયાળ તસવીરો તથા ધાર્મિક વૈમનશ્ય ફેલવાતા મેસેજ વોટસએપમાં દરેક જગ્યાએ જોવા મળે છે હાલનું સૌથી ભયાનક સ્વરૂપ બાળકો ઉપાડી જતી ગેંગ તેમજ અંગો કાઢી લેતી તસ્કર ટુકડીની સક્રીયતાની અફવા છે. ગત રવિવારે મહારાષ્ટ્રમાં આ પ્રકારની અફવાના કારણે પાંચ નિદોર્ષના મોત નીપજયા હતા. ટોળાએ ભિક્ષુક જેવા દેખાતા પાંચ લોકોને નિર્દય રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા.
આવા બનાવ અવાર નવાર બનતા હોવાથી સરકાર ઉપર દબાણ વધ્યું હતું પરંતુ સરકાર કે વોટસએપ આ મામલે હાલ પગલા ભરવા સમર્થ નથી એવી કોઇ ટેકનોલોજી નથી કે અફવાને ફેલાતી રોકી શકાય માટે વોટસએપે આગળ આવી ગલત સમાચાર રોકવાનો આઇડીયા આપનારને રૂ.૩૫ લાખના ઇનામ આપવાની જાહેરાત કરી છે.
માસ સ્પામ અને જેન્યુન મેસેજને છુટા પાડવા વોટસએપની કવાયત
હાલ વોટસએપમાં જેન્યુન મેસેજ કરતા સ્પામ મેસેજનું પ્રમાણ ખુબજ વધુ છે. આ બને પ્રકારના મેસેજને છુટા પાડવા કંપની માટે મુશ્કેલ છે. જો કે વોટસએપે આ કાર્યવાહી આરંભી છે. ટૂંક સમયમાં એક એવી પધ્ધતિ વિકસાવવામાં આવશે જેમાં યુઝર સ્પામ મેસેજ પર ટીક કરી શકશે જેથી તે મેસેજ ફેલાતો અટકી જશે જ્યારે જેન્યુન મેસેજ અલગ પડી જશે પરિણામે લોકોના વોટસએપમાં ઠવાતા નકામાં મેસેજથી છુટકારો મળશે.
વોટસએપનું વાયરલ વાયરસ પહોચ્યું સુપ્રીમમાં: ચીફ જસ્ટીશ ગભરાયા
વોટસએપમાં થતા વાયરલ મેસેજના કારણે વડી અદાલતના વકીલો મુંઝાયા છે. ચીફ જસ્ટીશ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાએ વોટસએપ સામે થયેલી અરજીમાં તાત્કાલીક સુનાવણી હાથ ધરવાની વકીલોની દરખાસ્તને ફગાવી છે. જેથી વકીલોમાં રોષ છે. કેટલાક વકીલોએ અદાલત સામે આક્ષેપ કર્યા હોવાની વાતો ચર્ચા રહી છે. વકીલો તાત્કાલિક સુનાવણી હાથ ધરવા જીદે ભરાયા છે. જો કે આવુ શકય ન હોવાનું ન્યાયમૂર્તિનું કહેવા હોવાની વાત ચર્ચા રહી છે.