દેશમાં વેચાતા જુદી જુદી બ્રાન્ડનાં અને જુદા જુદા પ્રકારના ખાદ્યતેલોમાં વનસ્પતિ તેલનું પ્રમાણ કેટલું ? તે ઉત્પાદકોએ મોટા મોટા અક્ષરોમાં સ્પષ્ટ પણે જણાવવું પડશે ફુડ સેફટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા નવા નિયમો અમલી બનાવવા નોટીફીકેશન જાહેર કરાયું છે.
વર્તમાન સમયમાં દેશમાં દર વર્ષ ૨.૩ કરોડ ટન વનસ્પતિ તેલનો વપરાશ થાય છે અને મોટાભાગનાં ખાદ્યતેલમાં વધતા ઓછા પ્રમાણમાં વનસ્પતિ તેલનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યારે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા તેલનો ઉત્પાદકો અને પેકેજીંગ લેબલીંગ કરનાર માટે એક ખાસ નોટીફીકેશન બહાર પાડી તેલનાં પેકીંગ ઉપર સ્પષ્ટ પણે ગ્રાહકો વાંચી શકે તેવા સુવાચ્ય અક્ષરોમાં પ મીમીથી લઇ ૧૦ મીમી સુધીનાં ફોન્ટમાં તેલનું પ્રમાણ દર્શાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં સોયાબીન, સનફલાવર ઓઇલ, પામ ઓઇલ સહીતના ખાદ્યતેલો વેચાઇ રહ્યા છે અને વર્ષ ૨૦૧૭માં અંદાજે ૨.૩ કરોડ ટન ખાદ્યતેલનો ઉપયોય ભારતીય ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હતો વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં ખાદ્યતેલનો વપરાશ ૩.૪ કરોડ ટનને આવી શકે તેમ હોવાનું એફએસએસએ આઇ દ્વારા અંદાજ વ્યકત કરાયો હતો.
વધુમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા નવા નિયમો અંતર્ગત તેલના પેકીંગ ઉપર સ્પષ્ટ પણે સુવાચ્ય અક્ષરમાં તેલનો તત્વો દર્શાવવાની સાથે સાથે આ ખાદ્યતેલ છુટક વેચવા માટે નથીતેવું દર્શાવવા નોટ બી સોલ્ડ લુઝની સુચના પણ મોટા અક્ષરમાં છાપવા ફરમાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ઓથોરીટી દ્વારા અગાઉ ૧ જુલાઇથી દાઝીયા તેલના વારંવાર ઉપયોગ સામે રોક લગાવી છે ત્યારે નવા નિયમ મુજબ તેલના પેકીંગ ઉપર તેલનો પ્રકાર અને પ્રમાણ દર્શાવવાનું ફરજીયાત બનાવના ભેળસેળીયા તેલનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.